ભારતની પ્રાચીન પરંપરા અને તેની પાછળના અદભુત રહસ્ય

ભારત દેશમાં પ્રાચીન કાળથી કેટલીય પરંપરાઓ ચાલી આવે છે અને લોકો આજ પણ તેનું પાલન કરે છે.  તેમાં હિદુ ધર્મમાં એવી કેટલીય પરંપરાઓ છે અને તેના ફાયદા પણ ખુબ છે. તેની પાછળ વિજ્ઞાન રહેલું હોય છે.

જે લોકો આ પરંપરાનું પાલન કરે છે તેને જીવનમાં સ્વાસ્થ્ય સંબંધી તકલીફો આવતી નથી.તેનાથી તેવો જીવનમાં સુખી પણ રહેતા હોય છે , કારણ કે  આ પરંપરાઓ આપણા પ્રાચીન વિજ્ઞાનીકો એટલે કે ઋષિમુનીઓ દ્વારા ચાલુ કરવામાં આવેલી છે અને તેની પાછળ વૈજ્ઞાનિક તથ્ય રહેલા છે.

ભારતની પ્રાચીન પરંપરા અને વૈજ્ઞાનિક તથ્ય

તો ચાલો આપણે જાણીએ કેટલી પ્રખ્યાત પરંપરા કે જેની પાછળ વૈજ્ઞાનિક તથ્ય રહેલું છે. મોટા ભાગના પરિવારો આજે પણ તેનું પાલન કર છે તો જોઈએ આવી 7 હિંદુ પરંપરાઓ વિશે.

1: કાન વિંધવાની પરંપરા

Ear Piercing
Ear Piercing

સ્ત્રી અને  પુરુષ બંને માટે કાન વીંધવાની પરંપરા પ્રાચીન સમયથી પ્રચલિત છે, જો કે આજે પુરુષોમાં આ પરંપરા ખુબ ઓછા પુરુષો પાળતા હોય છે. માનવામાં આવે છે કે તેનાથી વિચારવાની શક્તિ અને બોલવાની ક્ષમતાસારી રહે છે. કાનથી મગજ સુધીની નસમાં લોહીનો પ્રવાહ કાબુમાં રહે છે. કાન વિંધવાથી શરીરનું દબાણ કંટ્રોલમાં રહે છે તેથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

2: કપાળ પર તિલક કરવાની પરંપરા

Why Indian People Tilak
Why Indian People Tilak

સ્ત્રી અને પુરુષ બન્નેમાં માથા પર કંકુ અને ચંદનનો ચાંદલો કરવાની પરંપરા છે. તેનું વિજ્ઞાનિક કારણ એવું છે કે બંને આંખોની વચ્ચે આજ્ઞા ચક્ર હોય છે જે સ્થાન પર તિલક કરવામાં આવે છે. તિલક કરવાથી આપણી એકાગ્રતા વધે છે . મન બેકાર વાતોમાં આવતું નથી. તિલક કરતી વખતે માથા પર આંગળી અથવા અંગુઠાથી જે દબાવ થાય છે, જેનાથી માથા પર જનારી નસોનો લોહી પ્રવાહ યોગ્ય રીતે ચાલે છે અને શરીરના કોષો પણ સક્રિય રહે છે.

3: જમીન પર બેસીને  ભોજન કરવાની પરંપરા

Indian People Sitting On The Floor And Eating
Indian People Sitting On The Floor And Eating

જમીન પર બેસીને ભોજન કરવાથી પાચન તંત્ર અને પેટ માટે ફાયદાકારક છે. પલાઠી વાળીને બેસવું એ એક યોગ આસન છે. આ સ્થિતિમાં બેસવાથી મગજ શાંત રહે છે અને જમતી વખતે મગજ શાંત રહે તો પાચન ક્રિયા સારી રહે છે. પલાઠી વાળીને ભોજન કરતી વખતે મગજનો સંકેત પેટ સુધી જાય છે કે ભોજન કરવા માટે તૈયાર થઇ જાય. આનાથી વાયુ રોગ, કબજીયાત,અપચો જેવી સમસ્યા દુર થાય છે.

4: હાથ જોડીને પ્રણામ કરવાની પરંપરા

Namaste Mudra
Namaste Mudra

જયારે આપણે કોઈને મળીયે ત્યારે હાથ જોડીને વંદન કરતા હોઈએ છીએ. આ પરંપરાનું વિજ્ઞાનિક કારણ એવું છે કે વંદન કે પ્રણામ કરતી વખતે દરેક આંગળીઓ માથાના સંપર્કમાં આવે છે અને તેનાથી દબાવ આવે છે. હાથની આંગળીઓનો સંબંધ શરીરના મુખ્ય અંગો સાથે હોય છે. તેને કારણે  આંગળીઓ પર દબાણ વધે છે. જેનાથી સીધી અસર આપણી આંખ,કાન,અને મગજ પર થાય છે. સાથે જ સામા વ્યક્તિને વંદન કરવાથી તે વ્યક્તિ આપણને લાંબા સમય સુધી યાદ રહે છે.

જયારે આપને કોઈને હાથે મળીને સ્વાગત કરીએ ત્યારે હાથનો સંપર્ક થાય છે અને રોગ ફેલાય છે જયારે હાથ જોડીને વંદન કરવાથી શારીરિક સંપર્ક નથી થતો તેની રોગ ફેલાવનારા વાઈરસ આપણા સુધી પહોચી શકતા નથી.

5: દક્ષિણ દિશામાં માથું રાખીને સુવાની પરંપરા

Sleep in South Direction
Sleep in South Direction

દક્ષિણ દિશા તરફ પગ રાખીને સુવાથી સ્વપ્નાઓ વધારે આવે છે એટલે એટલે ઉત્તર દિશા દિશા તરફ પગ રાખીને સુવું જોઈએ. જેનું વિજ્ઞાનિક કારણ એવું છે કે આપણે ઉત્તર દિશા તરફ માથું રાખીને સુઈએ, ત્યારે આપણું શરીર પૃથ્વીની ચુંબકીય રેખાના સંપર્કમાં આવે છે . શરીરમાં ઉપસ્થિત લોહતત્વ મગજ તરફ વહેવા લાગે છે. તેનાથી મગજ સંબંધી બીમારી વધવાનો ખતરો વધે છે. લોહીનું દબાણ પણ અનિયંત્રિત થઇ જાય છે. દક્ષિણ દિશામાં મો રાખીને સુવાથી આવી કોઈ બીમારીઓ આવતી નથી.

6: એક જ કુળમાં લગ્ન કરવાની મનાઈ

કેટલાય સંશોધનો અનુસાર આનુવંશીક બીમારી ના થાય તેના માટે એક હિંદુ ધર્મમાં નિયમ રાખવામાં આવ્યો હતો કે નજીકના સંબંધીમાં લગ્ન નહિ કરવા જોઈએ કારણ કે સંબંધીઓમાં લગ્ન કરવાથી આપણા શરીરના જે DNA હોય છે તેનું વિભાજન નથી થઇ શકતું. બાળકમાં 50 ટકા લક્ષણો પિતાના અને 50 ટકા લક્ષણો માતાના આવતા હોય છે.

Indian Marriage
Indian Marriage

નજીકના સંબંધીઓમાં સરખા ગુણધર્મ વાળા DNA હોય છે જેથી વારસાગત બીમારી જેવી કે રંગ અંધત્વ, રતાંધળાપણું જેવી બીમારીઓ આવે છે ,આપણા દેશના DNA સંબંધી શોધ પ્રાચીન સમયમાં થઇ ચુકી હતી.

7: ભોજનની શરૂઆત તીખાશથી અને અંત મીઠાઈથી કરવાની પરંપરા

Indian Sweet
Indian Sweet

ધાર્મિક કાર્યક્રમોમાં ભોજનની  મોટે ભાગે શરૂઆત મરચું-મસાલા વાળી વાનગીઓથી થતી હોય છે અને અંત મીઠાશ વાળી વાનગીઓથી થતી હોય છે. જેનું વિજ્ઞાનિક કારણ તીખું ખાવાથી આપણા શરીરમાં પાચન તત્વ અને ખટાશ સક્રિય થાય છે જેનાથી પાચન તંત્ર ઠીક રીતે કામ કરે છે. અંતમાં ગળપણ વાળું ખાવાથી ખટાશ ઓછી થઇ જાય છે, જેનાથી પેટમાં બળતરા નથી થતી.

સંક્ષિપ્ત

 આમ, આપણે ત્યાં હિંદુ ધર્મમાં આવી પરંપરાઓ છે જે ની પાછળ વિજ્ઞાનિક રહસ્ય રહેલું છે. જેમાં આપણા પૂર્વજો અને ઋષિમુનિઓએ વિજ્ઞાનિક રીતે મગજ ચલાવીને આવી પરંપરા મૂકી હતી. તે સમયમાં લોકોને વિજ્ઞાનિક રીતે સમજાવવું અઘરું હતું તેથી તેવોએ ધાર્મિક પરંપરા તરીકે જાહેરમાં મૂકી હતી તેથી લોકો તેનું પાલન કરે અને તંદુરસ્ત આરોગ્ય જળવાય રહે. વ્રુક્ષોનું પાલન કરતા શીખે..

Leave a Comment