GKGRIPS
GSSSB · જા.ક્ર. 378/202526 · CCE

તમારો રેન્ક અને મુખ્ય પરીક્ષાનું પરિણામ જાણો

બેઠક નંબર નાખો અને જુઓ : Final Marks, રેન્ક અને ગ્રુપ-A, ગ્રુપ-B ની સત્તાવાર યાદીમાં તમારું નામ છે કે નહીં.

આખી પરીક્ષા એક નજરે

મંડળે કટ-ઓફ કેવી રીતે ગણ્યો?

મંડળે રીત અલગથી લખી નથી. નીચેની સમજ યાદીની “Treated as” કૉલમ અને દરેક વિદ્યાર્થીના ગુણ પરથી GKGRIPS એ તૈયાર કરી છે.

ધ્યાન આપો : આ મંડળની કામચલાઉ યાદી (04/11/2026) છે. ઉંમર, લાયકાત, જાતિ અને બીજી પાત્રતાની ચકાસણી બાકી છે.

સત્તાવાર કટ-ઓફ (150 ગુણમાંથી)

ગ્રુપ-A

ગ્રુપ-B

“કોમન” યાદીમાં બધા પુરુષ છે, કારણ કે દરેક મહિલા મહિલા યાદીમાં જ ગણાઈ છે. પુરુષને General કોમન અથવા પોતાની કેટેગરીનો કોમન, બેમાંથી નીચો કટ-ઓફ લાગુ પડે. મહિલાને General મહિલા અથવા પોતાની કેટેગરીની મહિલા, બેમાંથી નીચો કટ-ઓફ લાગુ પડે.

પહેલા 3 નિયમ

અલગ યાદી

જગ્યાના 7 ગણા

દરેક કેટેગરીમાં જેટલી જગ્યા, તેના 7 ગણા વિદ્યાર્થી મુખ્ય પરીક્ષા માટે લાયક.

ઓછામાં ઓછા 60 ગુણ

150 માંથી 40% = 60 ગુણ. આનાથી ઓછા ગુણ હોય તો કોઈ પણ કેટેગરીમાં લાયક નહીં.

દાખલો : ગ્રુપ-A

કેટેગરી પ્રમાણે કટ-ઓફ ઊંચો-નીચો કેમ?

જ્યાં 1 જગ્યા સામે વધુ વિદ્યાર્થી અને સરેરાશ ગુણ વધુ, ત્યાં કટ-ઓફ ઊંચો. General યાદીમાં બધી કેટેગરીના વિદ્યાર્થી સ્પર્ધા કરે છે, એટલે તેનો કટ-ઓફ સૌથી ઊંચો. ST માં સરેરાશ ગુણ સૌથી ઓછા, એટલે કટ-ઓફ સૌથી નીચો.

ફાઈનલ જગ્યા

મુખ્ય જાહેરાત + સુધારા-1 + સુધારા-2 : કુલ 7,338 જગ્યા.

ગ્રુપ-A : 2,942

ગ્રુપ-B : 4,396

શું પાક્કું છે અને શું ખબર નથી?

પાક્કું (ચકાસેલું)
  • કટ-ઓફ અને નામ : મંડળની Group-A, Group-B યાદીમાંથી. દરેક કટ-ઓફ યાદીના છેલ્લા ગુણ સાથે મેળ.
  • ગુણ : મંડળની ગુણ યાદી. લાયક યાદીના ગુણ સાથે પૂરો મેળ.
  • જગ્યા : મુખ્ય જાહેરાત + સુધારા-1, 2.
ખબર નથી