બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા વિષે જે તમે જાણવા માંગો છો

મને સરકારે બોલવાની ચોખ્ખી ના પાડી છે – આસિત વોરા GSSSB અધ્યક્ષ

ગુજરાત ગૌણ સેવા ભરતી બોર્ડ દ્વારા ટૂંક સમય પહેલા બિનસચિવાલય કારકૂનની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં અંદાજે ૯ લાખ લોકોએ પરીક્ષા આપી હતી,

પરંતુ આ પરીક્ષાના પેપરમાં અનેક જગ્યાએ ગેરરીતિ થયાની વિગતો સામે આવી છે જેમાં અમુક જગ્યાએ સેટિંગ થઈ ગયું હોવાથી પરીક્ષાની છેલ્લી ઘડીએ સેન્ટર બદલવામાં આવ્યા હતા, કોઈ જગ્યાએ પેપરના પહેલેથી જ સીલ તૂટેલા પરીક્ષા ખંડમાં પેપર આવ્યા હતા, કોઈ જગ્યાએ પેપર શરૂં થયાંની થોડીક મિનિટો માં વોટ્સએપ પર જવાબો ફરતા થઈ ગયા હતા, કોઈ જગ્યાએ તો સાડા અગિયાર વાગ્યે પેપર લખવાનું શરુ થઈ ગયું હતું તો કોઈ જગ્યાએ ૩ વાગ્યા સુધી પેપર લખવા દેવામાં આવ્યું હતું અને વળી કોઈ જગ્યાએ તો વિદ્યાર્થીને 25 મિનીટ માટે પરીક્ષા ખંડની બહાર લઇ જવામાં આવ્યો હતો, તેવા બનાવો આ પરીક્ષા માં બનવા પામ્યા છે,

આવી ગેરરીતિ થયાના વિડીયો અને મીડિયાના તેમજ વોટ્સેપ, ફેસબુક જેવા માધ્યમો દ્વારા વિદ્યાર્થી વર્તુળમાં ફેલાય ગયા છે તેથી વિદ્યાર્થીઓ ગુસ્સે ભરાયા છે અને સરકાર સામે પરીક્ષા રદ કરવા માંગ કરી રહ્યા છે, પરીક્ષા રદ કરવાની માંગ સાથે ગુજરાતમાં ઠેર ઠેર જીલ્લાઓમાં આવેદન આપવામાં આવી રહ્યા છે, ગુજરાત કોન્ગ્રેસ દ્વારા ગેરરીતિ થયાનો વિડિયો જાહેર કરવામાં આવ્યો હતો અને સરકારે કોઈ જ કાર્યવાહી નહિ કર્યાનો આક્ષેપ કર્યો હતો, જેને લઈને અમૂક જગ્યાએ વિદ્યાર્થીઓના ટોળાઓ એકઠા થવા માંડ્યા હતા અને સરકાર સામે સુત્રોસાર કાર્ય હતા તો કોઈ જગ્યાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કોઈ જ નિર્ણય લેવાથી મુખ્યમંત્રીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું, આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ કેન્ડલ માર્ચ કાઢવાનું આયોજન કરી રહયા છે,આ સાથે જ મોટું આંદોલન કરવાની પણ ચીમકીઓ ઉચ્ચારી રહ્યા છે.

Asit Vora GSSSB Adhyksha
Asit Vora GSSSB Adhyksha

જો આગામી દિવસોમાં સરકાર દ્વારા જો કોઈ નિર્ણય નહિ કરવામાં આવે તો  વિદ્યાર્થી સંગઠન દ્વારા ગાંધીનગરમાં સચિવાલય કચેરી  સામે સામૂહિક મુંડન કાર્ય કાર્ય કરવામાં આવશે અને એમ માનવામાં આવે છેકે પરિવારમાં કોઈનું મૃત્યુ થાય તો મુંડન કરવામાં આવે છે તેવી રીતે અમારી સરકાર મારી ગઈ છે એમ માનવામાં આવશે તેવું વિદ્યાર્થી આગેવાન તરફથી જાણવા મળ્યું છે,

આ પરીક્ષાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં પડ્યા છે જેને લઈને વિદ્યાર્થી આગેવાનો અને નિષ્ણાતો દ્રારા બોર્ડના અધ્યક્ષ આસિત વોરા સાથે બેઠક યોજવામાં આવી હતી અને ગેરરીતિના પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા, પરંતુ બોર્ડ કે સરકાર દ્વારા આજ દિન સુધી કોઈ જ નિર્ણય કરવામાં આવ્યો નથી.

GSSSB અધ્યક્ષ આસિત વોરાને મીડિયા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવતા કહ્યું હતું કે મને સરકારે બોલવાની ના પાડી છે એટલે હું કંઈજ નહિ બોલી શકું, 

GSSSB Office
GSSSB Office

પરીક્ષા માં થયેલા કૌભાંડ અને ગેરરીતિ  દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા છે જેને લઈને મામલો ગરમાયો છે તેને લઈને તંત્રની નીંદ ઉડી છે અને મીડિયા દ્વારા પ્રેસ કોન્ફરસ યોજવામાં આવી હતી તેમાં બોર્ડના અધ્યક્ષ આસિત વોરાએ હાજરી આપી હતી પરંતુ તેમણે માત્ર સરકાર તરફી વલણ રાખ્યું હતું અને માત્ર કહેવા પુરતી જ પ્રેસ કોન્ફ્ર્સમાં હાજરી આપી હતી, જેમાં વોરા દ્વારા પરીક્ષા કેન્દ્રને લઈને ગોટાળો કાઢ્યો હતો જેમને માહિતી આપી હતી તેમાં પરીક્ષા કેન્દ્રો 34000 નો ઉલ્લેખ કર્યો જયારે વાસ્તવમાં પરીક્ષા કેન્દ્ર્ની સંખ્યા 3134 હતી. તેની પાસે આ બાબતે કોઈ જ માહિતી ના હતી. જેમને મીડિયા દ્વારા ગેરરીતિ અને કૌભાંડો વિષે વધારે સવાલો પૂછતાં કોન્ફરસ છોડીને તેઓ પોતાના ચેમ્બરમાં 10 પોલીસના સુરક્ષા વચ્ચે જતા રહ્યા હતા.

વધુમાં તેમને જણાવ્યું હતું કે આ ગેરરીતિની તપાસ માટે એક સમિતિ રચવામાં આવશે અને ગેરરીતિ આચરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે પણ એવી કી વાત નથી કરી કે કોની સામે કાર્યવાહી કરવામાં આવશે અને ક્યારે કરવામાં એવી કોઈ ચોખવટ કરવામાં આવી નથી. પરંતુ હકીકતની વાત તો એ છે કે સમાચાર માધ્યમો  દ્વારા અને લોકો દ્વારા આટલાબધા સચોટ પુરાવાઓ  રજુ કરવામાં આવ્યા છે છતાં તેમને  પુરાવાઓ દેખાતા નથી, તેવો માત્ર ‘તપાસ કરીશું’ એવું રટણ  કરી રહ્યા છે.

Source Vtv Gujarati

આજે  પરીક્ષા લેવાયાને ઘણા દિવસો થયા છતાં તપાસને નામે કંઇજ થયું નથી. આમ આ પરીક્ષા કૌભાંડને લઈને વિદ્યાર્થીઓ રોસે ભરાયા છે અને પરીક્ષા રદ કરવાની સાથે ચેરમેન પડે IAS ઓફિસરને મુકવાની માંગ કરી કારણ કે ગૌણસેવા પસંદગી મંડળ એક સ્વતંત્ર સંસ્થા છે જેને રાજકીય પક્ષો સાથે કોઈ સંબંધ રહેતો નથી અને આસીત  વોરા ભાજપ શાષિત અમદાવાદ મહાનગર પાલિકાના મેયર રહેલા છે તેથી  તેવા તેવો માત્ર ભાજપ તરફી વલણ રાખે છે અને તેઓ તપાસ કરવાને બદલે કોન્ગ્રેસ ઉપર આક્ષેપો નાખે છે અને આને કોન્ગ્રેસ્ કારસ્તાન સમજે છે.

કઈ કઈ જગ્યાએ થઇ છે ગેરરીતિ

 1. કિનારા સ્કૂલ, પોરબંદર
 2. નીલકંઠ વિદ્યાપીઠ, તળાજા
 3. યશવાટિકા પ્રાથમિક શાળા, દાહોદ
 4. એકલવ્ય મોડેલ સ્કૂલ, પાલનપુર
 5. એન.એચ. શાહ સ્કૂલ, બાયડ
 6. મોડેલ સ્કૂલ, લીંબડી, રાજકોટ
 7. કે.ડી.બારડ કોલેજ, કોડીનાર
 8. સરસ્વતી સ્કૂલ, ગીર સોમનાથ
 9. ઉમા ગવર્મેન્ટ સાયન્સ  સ્કૂલ, ચુડા
 10. સરસ્વતી માધ્યમિક શાળા, ચોટીલા
 11. સરસ્વતી મા. શાળા, ચોટીલા
 12. કે.સી. શાહ હાઇસ્કૂલ, સુરત
 13. વિનય મંદિર સ્કૂલ, પાલનપુર
 14. ભારત હાઇસ્કૂલ, કલોલ
 15. અર્જુન સ્કૂલ, ગીર સોમનાથ
 16. એસપી સંતરામપુર, મહી સાગર
 17. વી. વિદ્યાલય, ભાવનગર
 18. પોલીટેકનીક ઘ-૩, ગાંધીનગર
 19. સતીશ ગૌસ્વામી ફિઝીયો કોલેજ
 20. આર.આર. વિદ્યાલય, અમીરગઢ
 21. વલ્લભ કન્યા વિદ્યાલય, તાલાલા
 22. જલારામ હાઇસ્કૂલ, તળાજા
 23. મહર્ષિ ગુરુકૂળ, હળવદ
 24. કે.ડી.બારડી કોલેજ, કોડીનાર
 25. સરસ્વતી સાયન્સ એકેડમી, હાલોલ
 26. મ્યુ. હાઇસ્કૂલ, જુનું મકાન, ખેરાલુ
 27. જે.એમ.તન્ના હાઇસ્કૂલ, કડીયાદરા
 28. મોરિયા નવદીપ હાઇસ્કૂલ, પાલનપુર
 29. પવાયા સાયન્સ કોલેજ, પાલનપુર
 30. કે.વી. ધામેલિયા, રાજપરા,તળાજા
 31. ગોકુળ કોલેજ સિદ્ધપુર,પાટણ  
 32. કે.સી. શાહ વિદ્યાલય, સુરત
 33. સી.ડી. કપાસી હાઇસ્કૂલ, ચુડા
 34. એમ.એમ. પટેલ વિદ્યાલય, બાયડ
 35. વિદ્યાવિહાર વિદ્યાલય, સીંગવડ
 36. નચિકેતા પ્રાથમિક શાળા, ભાવનગર
 37. એસ. માધ્યમિક શાળા, દાહોદ
 38. મહીસાગરના કેટલાક સેન્ટર
 39. ભાવનગરના કેટલાક સેન્ટર

આ ઉપરાંત ગેરરીતિ, ગરબડ અને અને છબરડાની અને ફરિયાદો મળી આવી છે, ખાસ કરીને વઢવાણમાં આવેલી સી.યુ. શાહ વિદ્યાલયમાં બે વિદ્યાર્થીઓ જાહેર થયેલા સીસીટીવી ફૂટેજમાં દેખાય છે તેઓ  મોબાઈલમાં જોઈ જવાબો ટીક કરતો દેખાય છે અને બીજા ફૂટેજમાં એક વિદ્યાર્થી થોડા સમય માટે બહાર જાય છે અને પરત આવી કાપલીમાંથી જવાબ ટીક કરતો દેખાય છે,

આવી રીતે તો સમગ્ર ગુજરાતમાં બનાવો બન્યા છે જેની હજુ વિગતો બહાર આવી નથી, પરંતુ થોડા સમયમાં વિગતો આવી જવાની શક્યતા છે.     

યુવરાજસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલું આ કાર્ય ખુબ સરાહનીય છે. તથા દરેક ઉમેદવારને નમ્ર વિનંતી છે કે આપને બધા તેમનો સાથ આપીએ.

મિત્રો એક નમ્ર વિનંતી છે કે તમારા ગ્રુપ અને મિત્રોને શેર કરો પ્લીઝ

1 thought on “બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા વિષે જે તમે જાણવા માંગો છો”

Leave a Comment