ગુજરાતમા આ તારીખ થી શરુ થશે કોલેજો. આ ગાઈડલાઈન્સ કરવું પડશે પાલન.

ગુજરાતમાં અને દેશમાં લોકડાઉન લાગુ પડ્યું તે પહેલાથી કોરોનાના કેસો વધતા જ ચાલુ પરીક્ષાએ શાળા અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. અંતે 21 સપ્ટેમ્બરથી કોન્ટેંન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં કેન્દ્ર સરકાર અને ગૃહ વિભાગે અનલોક 4 ની ગાઈડલાઈન્સમાં ધોરણ 8 થી 12 ની શાળાઓ સરકારના દિશા નિર્દેશોના પાલન સાથે ખોલવાની છૂટ આપી છે.

પરંતુ ગુજરાત સરકારે દિવાળી બાદ જ કોરોના થોડો  હળવો પડે પછી શાળાઓ ખોલવાનું શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે યુજીસીએ યુજી-પીજી  કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે નવું સત્ર 1 લી સપ્ટેમ્બરથી શરુ કરવાની જાહેરાત કરી છે.  હાલ શિક્ષણ વિભાગે યુનીવર્સીટીઓ સાથે મીટીંગ કરી હતી તેમાં યુનીવર્સીટીઓ તરફથી સૂચનો મંગાવ્યા છે.

હાલ સરકાર દ્વારા શિક્ષણ વિભાગ અને શિક્ષણ સંસ્થાઓ પર ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું જેમાં ઓનલાઇને લેક્સર અને યુટુબ વિડીયો દ્વારા શાળાઓ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું. ઘરે શીખીએ ચેનલમાં યુ ટુબ ચેનલ દ્વારા પ્રાથમિક શાળાના બાળકો જરૂર પડે ત્યાં ઓનલાઈન વિડીયો દ્વારા લેક્સર આપવામાં આવતા હતા.

હાલ કોરોનાના પરિણામે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે છેલ્લા વર્ષની પરીક્ષાઓ યોજવી ફરજીયાત હોવાથી પરીક્ષા કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે.અને પરીક્ષાઓ યુનીવર્સીટીઓ દ્વારા યોજવામાં આવી રહી છે.  પરંતુ નવા કોર્સના વિદ્યાર્થીઓ માટે નવું શેક્ષણિક કાર્ય ક્યારથી ચાલુ કરવું તે માટે યુજીસી એ ટાઈમટેબલ અને ગાઈડલાઈન્સ જાહેર કરી છે.

હાલ જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સ મુજબ 1 મી નવેમ્બરથી નવું સત્ર શરુ થનાર છે. આ સાથે જ કોલેજો ખુલ્લી જશે પરંતુ તે માટે કોરોના મહામારીના સાવચેતીના ભાગરૂપે કઈ ગાઈડલાઈન્સનો અમલ ક્યારથી કરવો અને કઈ કઈ ગાઈડલાઈન્સનું પાલન કરવું અને જરૂર જણાય તો નવી કઈ કોલેજોને લઈને ગાઈડલાઈન્સ ઉમેરવી વગરે બાબતના સલાહ સૂચનો કોલેજો અને યુનીવર્સીટી પાસેથી સરકારે મંગાવ્યા છે.

હલ હવે કઈ કઈ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા બાકી છે, બાકી હોઈ તો તાત્કાલિક પ્રવેશ પૂરો કરવો અને ક્યારે પૂરો થશે અને ક્યાં શહેરમાં કોરોનાની શું સ્થિતિ છે વગરે બાબતનો રીપોર્ટ યુનીવર્સીટીઓએ સરકારને આપવાનો રહેશે. સરકાર આ રિપોર્ટનું વિશ્લેષણ કરશે અને ત્યારબાદ જ તે માર્ગદર્શન પ્રમાણે કોલેજો ચાલુ કરવામાં આવશે. હાલ યુજીસી  દ્વારા 1 નવેમ્બરથી કોલેજો ખોલવાનું જાહેર કરવામાં આવ્યું છે.

Leave a Comment