શું PayTM ગુગલ પ્લે સ્ટોર પરથી પાછું હટાવવામાં આવશે ? ફરી વખત શરુ કરી કેશબેક ઓફર

આ પહેલા ગયા અઠવાડિયે  પેટીએમ દ્વારા પેટીએમ ફર્સ્ટ ગેમ ચાલુ કરતા અને તેમાં કેશ બેક જેવી ઓફર આપતા ગુગલ દ્વારા તેના પર બેન લગાવી દેવામાં આવ્યો હતો, જેમાં ગુગલ દ્વારા સટ્ટો રમાડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પરંતુ તે 4 કલાકની અંદર ફરી વખત ચલુ થઇ ગયું હતું. આ પછી ગુગલ અને પેટીએમ વચ્ચે વિવાદ જામ્યો હતો. તેમાં ગુગલ પે સાથે સીધી હરીફાઈ હોવાથી ગુગલે આવું કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આજે પ્લે સ્ટોર પરથી પેટીએમ હટાવ્યાની ઘટનાને હજુ અઠવાડિયું થયું છે ત્યાં ફરી વખત પેટીએમ પર IPLને લગતી કેશબેક ઓફર આપવાનું શરુ થઇ ગયું છે. પેટીએમ દ્વારા પ્લે સ્ટોર પરથી હટાવ્યાનું કારણ કેશબેક ઓફર હોવાનું કહેવામાં આવ્યુ છે. જયારે ગુગલ દ્વારા પેટીએમને હટાવ્યાનું કારણ પેટીએમ દ્વારા ગેમ્લીંગ દ્વારા ગુગલના દિશા નિર્દેશોનું ઉલંઘન કર્યાનું કહેવામાં આવે છે.

હાલ ચાલુ કરવામાં આવેલી ગુગલની કેશબેક ઓફરમાં થોડો ફેરફાર કર્યો છે. પરંતુ પેટીએમ દ્વારા ક્રિકેટ ઓફર તો ચાલુ જ રાખવામાં આવી છે. જેમાં પેટીએમ ક્રિકેટ લીગ તો પહેલા જેવી જ રાખવામાં આવી છે. જેમાં ગ્રાહકોને દરેક લેવડ દેવડ પર સરપ્રાઈઝ પ્લેયર સટીકર આપવામાં આવશે. જેના લીધે ગ્રાહકોને કેશબેક મળતો રહેશે. જયારે ગુગલ પ્લે સ્ટોર પરથી 18 સપ્ટેમ્બરના રોજ હટાવી દેવામાં આવ્યું હતું ત્યારે ગુગલે કહ્યું હતું કે ગુગલ સટ્ટો રમાડનાર કોઈ એપ્લીકેશનનો સમર્થન નથી કરતુ, જો ગુગલના નિયમો અને શરતોનો ભંગ કરવામાં આવશે તો ગુગલ દ્વારા તેના પર કાર્યવાહી કરવામાં આવશે. 18 સપ્ટેંબર ના રોજ આ શરતો અને નિયમોના કારણે પ્લે સ્ટોર પરથી પેટીએમને હટાવી દેવામાં આવ્યું હતું.

ગુગલે લગાવેલા બેન બાદ ONE97 COMMUNICATION LTD નો યુપીઆઈ App પેટીએમ પ્લે સ્ટોર પર સર્ચ કરવાથી બતાવવામાં આવી નહોતો રહ્યો. પરંતુ જે લોકોએ પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલું પેટીએમ કામ કરી રહ્યું હતું. ગુગલે આ મામલા વિશે પોતાના બ્લોગ માં માહિતી આપતા લખ્યું હતું કે અમે ઓનલાઈન સટ્ટો જેવી કોઈ ગેર કાનૂની કાર્યને સમર્થન કરતા નથી અને તેને પરમીશન પણ આપતા નથી, અમે કોઈ એવી એપ્લીકેશન કે પોતાના ગ્રાહકોને બીજી વેબસાઈટ લઈ જાય તેનું સમર્થન કરતા નથી. જો કોઈ પોતાના ગ્રાહકોને  બીજી વેબસાઈટ પર લઇ જાય છે અને તેને ઇનામ જીતવા માટે ટુર્નામેન્ટમાં ભાગ લેવાનું કહે છે. તે એપને ગુગલ પરમીશન આપતું નથી. તે ગુગલના નિયમોનું ઉલંઘન છે.

પરંતુ પેટીએમેં આ મામલામાં ગુગલ પણ આવું કરે છે તેમ કહી ગુગલને પણ વાંકમાં લઇ લીધું હતું.  ગુગલ પે દ્વારા પણ ક્રિકેટ સાથે જોડાયેલા આવા કેશબેક ઓફરો આપી રહ્યું છે. તે પણ કેશબેક અને આઇપીએલ આધારિત લેવડદેવડ કરે છે. ગુગલે કહ્યું છે કે કેશબેક અને અને વાઉચર ગુગલના અને સટ્ટોબાજી નિયમોનું ઉલંઘન નથી માટે પેટીએમ દ્વારા હાલ આ સેવાઓ પરત ચાલુ કરી છે.

 

Leave a Comment