મેડીકલ વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર, સરકારે આપી દીધી ખુશ ખબર

હાલ કોરોના મહામારીના કારણે અનેક કોલેજો અને શાળાઓ બંધ છે, પરંતુ સુપ્રીમ કોર્ટે કોલેજના વર્ષની પરીક્ષાઓ ફરજીયાત યોજવાનો આદેશ કર્યો છે. આ પ્રમાણે દરેક યુનીવર્સીટીઓ પરીક્ષાઓ યોજી રહી છે. જેમાં અમુક યુનીવર્સીટીઓએ પહેલા બીજા વર્ષના વિદ્યાર્થીઓને વગર પરીક્ષાઓના પાસ કરી દીધા છે.

જ્યારે મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે. ગુજરાત સરકારે તબીબી કોલેજના વિધ્યાર્થીઓ માટે ઇન્ટરનલ પરીક્ષાઓ નહિ યોજવાનો નિર્ણય લીધો છે, હાલમાં આવા કેટલાય તબીબી વિધાર્થીઓ હોસ્પીટલમાં સેવાઓ આપી રહ્યા છે, હાલમાં અવ મુશીબતના સમયે તેમની સેવા એજ પરીક્ષા છે, આમ પણ તેઓ હોસ્પીટલમાં વધારે સમય સમય આપી રહ્યા છે માટે તેમનો અભ્યાસ ક્રમ પણ પૂર્ણ થઇ શકે તેમ નથી. આવા અનેક સંજોગોના કારણે કોવીડ ડયુટી ને જ ઇન્ટરનલ માર્ક્સ ગણવામાં આવશે.

હાલમાં કોરોનાના સંકટના કારણે ઇન્ટરનલ પરીક્ષાનું આયોજન કેવી રીતે કરવું, થીયરી અને પ્રેક્ટીકલ પરીક્ષાઓના માર્ક્સ કઈ ગણવા વગેરે બાબત પર ચર્ચાઓ કરવા માટે ગુજરાત યુનીવર્સીટીના તમામ મેડીકલ કોલેજના ડીનની એક બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે એવો નિર્ણય કરાયો છે કે આજે જે વિદ્યાર્થીઓ કોવીડ 19 દરમિયાન પોતાની ફરજ બજાવી રહ્યા છે તેમને રીવોર્ડ રૂપે ઇન્ટરનલ માર્ક્સ આપવાનું નક્કી થયું છે.

આ વર્ષે તમામ કોલેજો બંધ છે, તેથી ઇન્ટરનલ પરીક્ષાનું આયોજન કરવું અઘરું છે, જેમાં પણ દર વર્ષે ડીસેમ્બરમાં ઇન્ટરનલ પરીક્ષાઓ દર વર્ષે યોજાતી હોય છે, પરીક્ષાઓ માટે સમય છે પરંતુ હાલમાં ચાલી રહેલા સંકટના કારણે મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ સેવામાં ફરજ આપી રહ્યા છે એટલે પરીક્ષાઓની તૈયારીઓ કરી શકે તેમ નથી. તેથી આ વર્ષે યુનીવર્સીટીની તમામ મેડીકલ કોલેજોમાં લેખિત ઇન્ટરનલ પરીક્ષાઓ નહિ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જો કોઈ ઈચ્છે તો ઓનલાઈન પરીક્ષાઓ યોજ્જ્જી શકશે. આ ઇન્ટરનલ માર્ક્સ યુનીવર્સીટીઓને મોકલવા પડતા હોય છે. આ વર્ષે આ માર્ક્સ કોવીડ ડ્યુટીના આધારે આપવામાં આવશે. આ નિર્ણયનો લાભ બીજાથી ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને થશે. આ બાબતની જાણ ગુજરાત યુનીવર્સીટી દ્વારા સરકારને કરવામાં આવી છે, અન્ય યુનીવર્સીટીઓ પણ આ પ્રકારે આયોજન કરે તેવી શક્યતાઓ છે.

હાલમાં દેશમાં અને ગુજરાતમાં કોરોનાના કેસો દિવસે ને દિવસે વધતા હાય છે, અનેક ડોકટરો અમે તબીબી સ્ટાફ પણ કોરોનાનો ભોગ બન્યા છે, જેમની સેવાના કારણે તેઓ કોરોના વોરિયર તરીકે સેવાઓ આપી રહ્યા છે, જેમાં મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ સામેલ છે, માટે હવે આવા વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેમના કોરોના દરમિયાનની ડયુટીને જ પરીક્ષા ગણીને માર્ક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Leave a Comment