ઝોમેટો અને સ્વીગી જેવા ડીલીવરી બોયની સુરક્ષા માટે સરકાર લાવશે કાયદો, તેમને મળશે આ લાભો

આજે વિશ્વમાં ઓનલાઈન વેચાણનું ચલન વધ્યું છે, જેમાં ભારત અને વિશ્વમાં આવા ઓનલાઈન વેચાણનું ગ્રાહક સુધી પહોંચાડવાનું કાર્ય ડીલીવરી કરનાર લોકો કરતા હોય છે. હાલ આ ડીલીવરી કરવાનું કાર્ય સમાન્ય વર્ગના લોકો મોટા ભાગે કરતા હોય છે. તેમને પોતાની જવાબદારી પર આ દરેક વસ્તુઓ ગ્રાહકના ઘર સુધી પહોચાડવાની હોય છે.

હાલમાં ફ્લીપકાર્ટ, એમેઝોન,બીગ બજાર જેવી ઓનલાઈન ખરીદેલી વસ્તુઓને ઘર સુધી પહોચાડે છે, જયારે ખાવાની વસ્તુઓ સ્વીગી, ઝોમેટો વગરે આ વસ્તુ આપણા ઘર સુધી પહોચાડતા હોય છે. આમ આવા ધંધામાં અનેક લોકો હાલમાં સમાયેલા છે. આવા લોકોને મોટાભાગે ડીલીવર્સ પર્સન અને ગીગ ઇકોનોમી વર્કસ કહેવામાં આવે છે.

હાલ સરકાર આવા લોકો માટે કાયદો લાવી રહી છે. જેમાં સરકારે સામાજિક સુરક્ષા નીતિનો એક ખરડો તૈયાર કર્યો છે.જેમાં આ ડીલીવરી વર્કર્સને આવરી લેવામાં આવ્યા છે. આ ખરડામાં આવા લોકોને સુરક્ષાનો લાભ આપવાનો ઉલ્લેખ છે. મંત્રી મંડળ દ્વારા આ કાયદાને મંજુરી અપાઈ ગઈ છે. અને આવનારા સમયમાં આ ચોમાસું સત્રમાં સંસદમાં મુકવામાં આવશે. જો અ કાયદાને મંજુરી મળી જાય તો સરકાર હેઠળના એમ્પ્લોઇઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન હેઠળ વિમાનો લાભ મળી શકશે.

હાલ આવી સેવામાં જોડાયેલા લોકોને સરકાર કે કંપની દ્વારા પોતાના કર્મચારી ગણવામાં આવતા નથી. કંપની આવા લોકોને માત્ર ટૂંક સમયના મજુર ગણતી હોય છે. આ લોકોને કોઈ એસોસિએશન પણ હોતું નથી. આ ટેકનોલોજી સાથે જોડાયેલું નેટવર્ક છે પણ તેનું સંચાલન કરનાર કોઈ હોતું નથી તેથી આવા લોકો માટે સરકાર કે કંપની પાસે જરૂરી માંગણી અને લાભો અપાવનાર કોઈ હોતું નથી.

આવા લોકોને લગભગ કોઈ વીમો કે સરકારી સેવાઓ હાલ મળતી નથી, એકસીડન્ટ કે બીજી કોઈ આકસ્મિત પરિસ્થિતિમાં આ લોકોને દરેક જવાબદારી પોતાની રહેતી હોય છે પરંતુ હવે આ કાયદાથી અન્ય લાભો પણ મળવા પાત્ર થશે.  હાલ આ કાયદો આવવાથી લોકોની આવક અને સ્થિતિમાં સુધારો આવવાની શક્યતા છે. દેશમાં મોટાભાગના લોકો આ સેવાનો લાભ લઇ શકશે. તેમને જીવન જીવવાની સુરક્ષા મળશે. તેમને સરકારી અને જરૂરી સેવાઓ કંપની દ્વારા પૂરી પડવામાં આવશે. આ વ્યક્તિને કંપનીના સ્ટાફ તરીકે ગણવામાં આવશે. અ તમામ સેવાઓ નવા કાયદાને મંજુરી મળશે તો મળી શકશે.

Leave a Comment