મોદી સરકારનું સૌથી મોટું સાહસ, આ રાજ્યોને મળશે 670 ઇલેક્ટ્રિક બસો

દેશમાં દિવસે-દિવસે પર્યાવરણનું પ્રદુષણ સતત વધવાના કારણે આજ રોજ મોદી સરકાર દ્વારા મોટું સાહસ કરવામાં આવ્યું છે. પર્યાવરણના પ્રદુષણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર ખુબજ મોટું પગલું ભરવામાં આવ્યું છે. મોદી સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનો ઉપયોગને વધારવા માટે કોશિષ કરવામાં આવી છે.

મોદી સરકારના ‘ ફેમ ઈન્ડિયા ’ કાર્યક્રમાંના બીજા ચરણમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને ચંડીગઢ વગેરે રાજ્યોને 670 નવી ઇલેક્ટ્રિક બસો આપવાની મંજુરી આપવામાં આવી છે.

electric-bus
electric-bus

દેશમાં પર્યાવરણ પ્રદુષણ અને ઇંધણ જેવી ઘટનાઓ સામે લડવા માટે મોદી સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનનો વધુ પડતો ઉપયોગ થાય તેવી કોશિષ કરવામાં આવી રહી છે. મધ્યપ્રદેશ, તમિલનાડુ, કેરલ, ગુજરાત અને પોર્ટ લેયબરમાં 241 ચાર્જિંગ સ્ટેશનો બનાવવાની મંજુરી આપવામાં આવી છે.

કેન્દ્રના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે શુક્રવારના રોજ આવી માહિતી આપી હતી કે મોદી સરકાર દ્વારા પર્યાવરણને અનુકુળ પબ્લિક ટ્રાન્સપોર્ટને વધારવા માટે પ્રતિબંધ છે. પ્રકાશ જાવડેકર ખુદ ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરે છે. અને તેનો અનુભવ તેણે મીડિયા સમક્ષ રજુ કર્યો હતો. જેના કારણે બીજા લોકો પ્રેરિત થાય તેવા પ્રયાસ કરવામાં આવે છે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરના જણાવ્યા પ્રમાણે કુલ 670 બસોમાંથી  મહારાષ્ટ્રને 240 , ચંડીગઢને 80, ગુજરાતને 250 અને ગોવાને 100 બસો આપવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ છે. તથા ચોક્કસ અંતરના ગાળે ચાર્જિંગ સ્ટેશનો બનાવવામાં આવશે અને બધાય લોકો બને ત્યાં સુધી ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરે તેવી અપીલ કરવામાં આવી છે.

આ કાર્યક્રમની શરૂઆત એપ્રિલ 2015થી કરવામાં આવી હતી. આ યોજનાનું બીજું ચરણ એપ્રિલ 2019થી ત્રણ વર્ષ સુધી ચાલુ રહેશે. આ કાર્યક્રમ પર 2021-22 સુધીમાં 10000 હજાર કરોડનો ખર્ચો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે, આવો લક્ષ્ય મોદી સરકાર દ્વારા કરવામાં આવેલ છે.

આ યોજનાનો મુખ્ય હેતુ ઇલેક્ટ્રિક અને હાઇબ્રીડ વાહનોનો ઝડપથી ઉપયોગ કરવાનો છે. લોકો આ વાહનોનો ઝડપથી ખરીદી શકે, તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય લોકોને કરવામા આવશે અને પ્રોત્સાહન પણ કરવામાં આવશે. આ વાહનો માટે ચાર્જિંગની સુવિધા ઉભી કરવા માટે પર્યાપ્ત આધારભૂત સ્થિતિનું નિર્માણ કરવામાં આવશે. મોદી સરકારનું એવું માનવું છે કે આ કાર્યક્રમથી પર્યાવરણનું પ્રદુષણ થતું અટકાવી શકાય છે.

Leave a Comment