ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ જાહેર

ગુજરાત લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ ભરતી જાહેર થઇ હતી, જેનો જાહેરાત ક્રમાક : LRB/201819/1 હતો અને તેની જાહેરાત અનુસાર અનુસાર હથિયારી અને બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક, જેલ સિપાઈ પુરુષ અને મહિલા, મેટ્રન સંવર્ગની ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી, જેની અરજીઓ ઓનલાઈન ભરવાની શરૂઆત બોર્ડના નિયમો પ્રમાણે સરકારી  ભરતી વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર 15/08/2018 થી 07/09/2018 દરમ્યાન જરૂરી ડોક્યુમેન્ટની વિગતો ભરીને કરવામાં આવી હતી. જેમાં જન્મ તારીખ ,લાયકાત, નોન ક્રીમીયર, NCC સર્ટિફિકેટ ,રક્ષા શક્તિનું  સર્ટી જેવી વિગતો ભરવામાં આવેલ હતી,

તમામ ઓનલાઈન ફોર્મની ચકાસણી થયા બાદ દુબ્લીગેટ અરજીઓ રદ કરવામાં આવી હતી, જેની વિગતોમાં એક કરતા વધારે અરજીઓ કરનારની અરજીઓ રદ કરવામાં આવી હતી. જયારે અમૂક જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓએ ફી નહોતી ભરી તેમની અરજીઓ પણ રદ કરવામાં આવી હતી.

  આ ભરતીના ઓનલાઈન પ્રક્રિયા બાદ કેન્દ્ર ફાળવણી કરીને પ્રવેશ પત્ર કોલ લેટર ઓનલાઈન નીકળવાની શરૂઆત ૨૦ નવેમ્બર ૨૦૧૮ ના રોજ થઈ હતી, જેમાં લેખિત  પરીક્ષા તારિખ ૨ ડીસેમ્બર ૨૦૧૮ હતી, જેમાં યોગ્ય આયોજન સાથે  વિદ્યાર્થીઓ પોતાના કેન્દ્રો પર પહોંચ્યા હતા,જેમાં ફિંગર વેરીફિકેશન ચાલુ હતું અને અમૂક જગ્યાએ પૂર્ણ થઇ પણ ગઈ હતી, માત્ર પરીક્ષા શરૂ  થવાની માત્ર થોડીક જ વાર હતી ત્યારે છેલ્લી ઘડીએ પરિષ રદ કરવામાં આવી હતી .

Leave a Comment