વધી ગયેલી ફાંદ ઘટાડવા માટે આજથી જ બંધ કરો આ 7 ચીજ વસ્તુ

મિત્રો, જીવનમાં સુખી અને તંદુરસ્ત જીવન જીવવા માટે સારા ખોરાક સાથે સ્વસ્થ શરીર પણ જરૂરી છે.

જો આપણું શરીર તંદુરસ્ત ના હોય તો આપણે સારી જીંદગી જીવી શકતા નથી.

આપણે વારંવાર પરેશાન થઈ જતા હોઈએ છીએ.. આવી સમસ્યાઓમાં દરેક લોકોને અલગ અલગ સમસ્યાઓ સતાવતી હોય છે જેમકે, ઘણાને આંખની તકલીફ, પગની તકલીફ, ગળાની તકલીફ, કાનની તકલીફ, વાળની ધોળા થઈ જવાની તકલીફ, વાળ ખરી જવાની તકલીફ, વજન વધી જવાની તકલીફ રહેતી હોય છે.

આવીજ એક તકલીફ છે જે મોટા ભાગના લોકોને થતી હોય છે ફાંદ વધવાની તફલીફ, આ તકલીફ મોટા ભાગે બેઠાડું જીવન જીવતા લોકોને અને ચરબીવાળા ખોરાકના શોખીનોને થતી હોય છે. જેનાથી લોકો પોતાના શરીરનો ઘાટ બેડોળ લાગે છે અને લોકો બેચેની અનુભવતા હોય છે. ઘણા લોકો જાહેરમાં જતા પણ શરમાતા હોય છે. અને હા વધેલી ફાંદથી સુવામાં ,ઉઠવા-બેથવામાં, હરવા-ફરવામાં પણ તકલીફ થતી હોય છે. આ તકલીફ થવાથી મોટા ભાગના લોકો પરેશાન થઇ જતા હોય છે પરંતુ આના માટે પરેશાન થવા કરતા યોગ્ય ખોરાક અને કસરત જરૂરી છે,

મોટાપણું અને બહાર નીકળેલી ફાંદથી પરેશાન લોકો સાવચેતીપૂર્વક આહાર અને કસરત સુધી હર કોઈ પ્રયત્ન કરતા હોય છે પરંતુ મોટા ભાગના લોકોને એ ખબર નથી હોતી કે વજન ઘટાડવું હોય તો કઈ ચીજ વસ્તુ ખાવાથી દૂર રહેવું જોઈએ

ફાંદ ઘટાડવા ઉપયોગી ચીજવસ્તુ

જી હા ! મિત્રો, અમે તમને જણાવીશું કે કયો કયો ખોરાક ખાવામાં તકેદારી રાખવાથી ફાંદ ઘટાડી શકાય? જોઈએ કઈ છે આ વસ્તુ,

1: સોયાબીનનું તેલ

Soyabin Oil
Soyabin Oil

સોયાબીનનું તેલ પણ વજન વધારી દે છે, આ તેલને સંતૃપ્ત ચરબીનો બેહતરીન વિકલ્પ માનવામાં આવે છે પરંતુ 2016 માં થયેલા એક સર્વેક્ષણ મુજબ વજન વધારવામાં સોયાબીન તેલ ખાંડથી પણ ચડીયાતું છે. જાણવામાં આવ્યું છે કે, સોયાબીનના તેલમાં ઓમેગા-6 ફેટી એસીડ સૌથી વધારે માત્રામાં હોય છે  જો કે, આ એસિડની  થોડીક માત્રા સ્વાસ્થ્ય માટે યોગ્ય માનવામાં આવે છે પરંતુ વધારે પડતું લેવાથી વજન અને ફાંદ વધી શકે છે.

2: ફ્રેન્ચ ફ્રાઈસ અને બટાટા ચિપ્સ

બટેટા સ્વાસ્થ્ય માટે ઘણા જ સારા છે પણ ફ્રેન્ચ ફ્રાઈસ અને બટાટા ચિપ્સમાં ઘણી બધી કેલરી હોય છે અને આ બંને વસ્તુ ખાવામાં એટલી બધી સરળ છે કે આપણને ખાવામાં કંટ્રોલ રહેતો નથી.

french fries and potato chips
french fries and potato chips

ફ્રેન્ચ ફ્રાઈસ અને બટાટા ચિપ્સનો ઉપયોગ મોટેભાગે વજન વધારવામાં કરવામાં આવે છે. એક સ્ટડીમાં એવું જાણવા મળ્યું છે કે બટેટાની ચિપ્સનો ઉપયોગ વજન વધારવા માટે કરવામાં આવે છે.

3: વધારે ખાંડ અને ક્રીમ વાળી કોફી

Cream Coffee
Cream Coffee

કોફી વજન ઘટાડવામાં મદદ કરે છે પરંતુ  જો તમે તેમાં વધારે પડતી ખાંડ અને કોફી ક્રીમ નાખીને પીવા માંગો છો તો તમારે આ ટેવ બદલવાની જરૂર છે કારણ કે  આનાથી માત્ર તમારું વજન અને ફાંદ જ વધે છે અને તે સતત વધતું રહે છે જે લાંબે ગાળે પરેશાની ઉભી કરે છે.

4: સફેદ બ્રેડ

White Bread
White Bread

જે લોકો ફાંદ ઘટાડવા માંગે છે તેઓએ સફેદ બ્રેડ ખાવાથી દૂર રહેવું જોઈએ તે શુદ્ધ મેંદો અને ખાંડની બનેલી હોય છે આ બ્રેડનું વધારે પડતું સેવન કરવાથી લોહીમાં ખાંડનું પ્રમાણ પણ વધી જાય છે જેનાથી વજન અને ફાંદ પણ વધે છે જેવી રીતે કહેવત છે ને “અતિ ની થાય અવગતિ” તે અહીં પણ લાગુ પડે છે . જો કે સફેદ બ્રેડને ક્યારેક ક્યારેક ખાવાથી કોઈ નુકશાન નથી પરંતુ તમારા રોજેરોજના ખોરાકમાં તેનો સમાંવેશ થઇ શક્યો હોય તો તમારે સાવચેત થઇ જવું જોઈએ.

5: બીયર આલ્કોહોલ

Beer for Lose Belly Fate
Beer for Lose Belly Fate

ઘણા લોકો માને છે કે શરાબનું સેવન કરવાથી વજન વધે છે પરંતુ એવું નથી. આલ્કોહોલ, ખાસ   કરીને બીયર પીવાથી વજન વધે છે અને ફાંદ પણ નીકળે છે, માટે માટે બીયર પીનારે સાવધાન થઇ જવાની જરૂર છે

6: પડીકા પેક વસ્તુ -બિસ્કીટ

Packed Biscuit
Packed Biscuit

બિસ્કીટ અને કૂકીજ  જેવી પેકિંગ કરેલી વસ્તુઓ આરોગ્ય માટે તો હાનીકારક છે જ સાથે પેક થયેલા ખોરાક, બિસ્કીટ, રસોઈઓ જેવી વસ્તુઓ ફાંદ અને વજન વધારવામાં પણ શરીરને મદદ કરે છે, જેથી  કરીને જેમ બને જેમ જાતે રાંધેલી ચીજો ખાવાનો આગ્રહ રાખવો જોઈએ જેથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે.

7: ઠંડા પીણા

ઠંડા પીણાનું કાયમી સેવન પણ ફાંદ વધારે છે આપણું શરીર કુદરતી રીતે ઠંડી વસ્તુ સહન કરી શકવા માટે ટેવાયેલું હોતું નથી અને સાથે ઠંડા પીણામાં રહેલા કેમિકલ્સ  શરીરની પાચન ક્રિયામાં મદદ કરીને શરીરના કોષોને ફૂલાવે છે. ઠંડા પીણામાં ભરપુર માત્રામાં કેલરી હોય છે જે ઝડપથી પાચન થતી નથી એટલે ચરબીના રૂપમાં તે આપણા શરીરમાં સંગ્રહ થઇ જાય છે.

Cold Drinks
Cold Drinks

માટે જ ઠંડા પીણાની જગ્યાએ આપણે કુદરતી પીણા પીવા જોઈએ જેમ કે લીંબુ, સંતરા, નારંગી, ચીકુ વગેરે જેવા ફળોનો રસ સૌથી ઉત્તમ ગણાય છે.

8: જ્યુસ

આપણને માટે જયુશનું વધારે પડતું પ્રમાણ અને સેવન વજન અને ફાંદ વધારે છે

Juice Packed
Juice Packed

જ્યુસ માં બરફ અને ઠંડ્ડા પધાર્થો હોય છે જે પણ આરોગ્યને નુકશાન કરતા હોય છે

માટે બની શકે તો જયુસ જેવા પદાર્થોનું સેવન ટાળવું જોઈએ ..

માટે મિત્રો , આપણા શરીરની સંભાળ રાખવી આપણી જવાબદારી છે  અને તેના માટે આપણે જ સાવચેતી પૂર્વકના આહાર અને પીણાઓ  લેવા જોઈએ જેથી કરીને શરીરનું  સંતુલન જળવાઈ રહે. આપણા શરીરની આરોગ્ય માટે કસરત સાથે સંતુલિત આહાર લેવો સાથે ઉપર અમે બતાવ્યા પ્રમાણે આ ચીજ વસ્તુનું પ્રમાણમાં ખોરાકમાં પાલન કરશો તો જરૂર વજન અને ફાંદના જરૂર ઘટાડો જોવા મળશે…

મિત્રો તમને આ પોસ્ટ ગમી હોય તો શેર કરવા વિનંતી

Leave a Comment