કોઈપણ સરકારી ભરતીની તૈયારી કેવી રીતે કરવી ?

આજે ભારતમાં  દરેક લોકોનું સપનું સરકારી ભરતીનું હોય છે, ખાસ કરીને 12 વિદ્યાર્થીઓને સરકારી ભરતીમાં ખુબ રસ હોય છે. 10 પાસ, 12 પાસ અને કોલેજ કરેલા વિદ્યાર્થીઓ મોટેભાગે સરકારી નોકરી મેળવવા માટે પ્રયત્નો કરતા હોય છે, પરંતુ આજકાલના સમયે શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં ખુબ વધારો થયો છે એટલે હરીફાઈ આ ક્ષેત્રમાં ખુબ વધી ગઈ છે, પરંતુ પહેલાના સમયે લોકોમાં શિક્ષાનું પ્રમાણ ખુબ ઓછું હતું એટલા માટે જે લોકો જેમાં નોકરી મેળવવા માંગતા હતા એજ નોકરી મળી રહેતી કે જે આ નોકરીને લાયક હોય.

આજે એવું બને છે કે જે વ્યક્તિને આ વિભાગમાં રસ પણ ના હોય તેવા વિભાગમાં ના છૂટકે ઉમેદવાર નોકરી સ્વીકારી લેતો હોય છે પરંતુ આ વિભાગ માટે તે કાબેલિયત હોતો નથી પરંતુ તે નોકરી કરતો હોય છે. ક્યારેક જે વિભાગ વિશે તેને જરાપણ માહિતી ણા હોય છતાંપણ ફોર્મ બહાર પડે એટલે તે ફોર્મ ભરી દેતો હોય છે.

પરંતુ આવી ભરતીમાં લાખો લોકો અરજી ફોર્મ ભારે છે જેમાંથી અમુક લોકો જ આવી નોકરી મેળવી શકે છે, આજે આપણે આસાનીથી નોકરી કેવી રીતે મેળવી શકાય તેના માટે અમુક અગત્યની બાબતોની કાળજી રાખવી પડે છે અમે બતાવીશું.  જો તમારે નોકરી મેળવવી છે તો તમારા વિચારો અને તેને મેળવવાના રસ્તા બીજા ઉમેદવારોથી અલગ હોવા જોઈએ.

ઘણા લોકો પોતાના કરિયર પ્રત્યે સજાગ રહે છે અને પોતાના કરિયરને સંબંધિત દરેક વસ્તુઓ પર નજર રાખતા હોય છે માટે દરેક ફિલ્ડની દરેક નોકરીની જાહેરાત પર નજર રાખતા હોય છે, આમાંથી અમુક લોકો માત્ર સરકારી વિભાગમાં જ નોકરી કરવા માંગતા હોય છે. કારણ કે તેઓ એવું માને છે કે સરકારી નોકરી જ એવી નોકરી છે કે તે પોતાની જિંદગી માટે કાયમ સુરક્ષા થઇ જાય છે અને બીજી કોઈ સમસ્યાનો સામનો નોકરી મળ્યા પછી કરવો પડતો નથી, જ્યારે ખાનગી વિભાગમાં કામ અને કંપની બંધ થઈ જવા પર છુટા કરી દેતા હોય છે.

સરકારી નોકરી ઉપર તૈયારી કરનારો ઉમેદવાર એ વિચારતો હોતો નથી કે તે ક્યાં વિભાગમાં નોકરી કરવા માંગે છે પરંતુ તેનું એક જ સપનું હોય છે કે તેને માત્ર સરકારી નોકરી મળી જાય. તો જોઈએ સરકારી આસાનીથી કેવી રીતે મેળવી શકાય તેના માટેની રીતો. આ રીતનું અનુકરણ કરવાથી તમે સરકારી નોકરી જરૂર મેળવી શકશો.

તમે જે જોબ મેળવવા માંગો છો તેમાં રસ દાખવો. આજે મોટાભાગના લોકો સરકારી નોકરી માટે કોઇપણ વસ્તુ દાવ પર લગાવવા માટે  તૈયાર હોય છે. અ તેની અસફળતાનું મોટું કારણ હોય છે. જ્યારે તેઓ સરકારી ભરતીની જાહેરાત આવે તો તરત જ તેઓ ફોર્મ ભરીને અરજી કરી દેતા હોય છે, જેઓ કંઇજ  વિચારતા નથી કે આ ક્યાં પ્રકારની નોકરી છે અન ક્યા વિભાગની નોકરી છે. આવામાં બને છે એવું કે લોકોને આ વિભાગમાં નોકરી મેળવવામાં ઉમેદવારોને કોઈ રસ જાગતો નથી અને તેથી તેઓ પરીક્ષામાં નાપાસ થતા હોય છે.

જો તમે સરકરી નોકરી મેળવવા માંગો છો તો તમારે જે નક્કી કરીલેવું જોઈએ કે તમે ક્યાં વિભાગમાં ક્યાં ક્ષેત્રમાં નોકરી કરવા માંગો છો. આ થી તમને એ વાતનો ફાયદો થશે કે તમે જે વિભાગમાં નોકરી મેળવવામાં રસ ધરાવો છો તેમાં નોકરી મળશે તો તેનો આનંદ તમને આખી નોકરી દરમીયાન રહેશે. જયારે તમને રસ નથી તે ક્ષેત્રમાં નોકરી કરવાથી તમને રૂપિયા અને સુરક્ષા તો મળે છે પરંતુ તે વિભાગમાં તમને સંતોષ થતો નથી. આ માટે તમારે નક્કી કરી લેવું જોઈએ કે તમે ક્યાં ક્ષેત્રમાં નોકરી કરવા માટે લાયક છો. આજે ખાસ કરીને પંચાયત, પોલીસ, ફોરેસ્ટ,રેલ્વે  જેવા વિભાગો પર ઉમેદવારો વધારે રસ ધરાવે છે.જેમાં ખુબ વધારે પ્રમાણમાં જગ્યાઓ હોય છે અને મોટાભાગના લોકોને નોકરી મળી રહેતી હોય છે.

આ જોબને તમારું સપનું બનવો.  આ રીત થોડી અઘરી છે પરંતુ નોકરી મેળવવા માટે ખુબ જ અગત્યની છે.  નોકરી મેળવનાર ઉમેદવારો માટે સપનું હોવું અગત્યનું છે. કારણ કે તમારું ધ્યેય નક્કી થાય છે. આ ધ્યેય દ્વારા તમે તમારા લક્ષ્ય સુધી પહોચી શકશો. બસ તમારે દ્રઢ નિશ્વય કરવાનો રહેશે કે મારે આ નોકરી મેળવવી એટલે મેળવવી જ છે.  આમ કરવાથી તમે એ બાબત માટે કોશીશ કરવા લાગી જશો. જામે જે નોકરી મેળળવા માંગો છો તે તમારા મનમાં વારંવાર દેખાઈ છે. તમને તે નોકરી બાબતના સપના પણ આવવા લાગશે. તમે નક્કી કરેલું લક્ષ્ય તમને રસ્તો ભટકવા નહિ દે. આજે દુનિયાના મોટાભાગના સફળ લોકો આવવા લક્ષ્ય અને સપનાઓ દ્વારા જ સફળ થયા છે.

કરિયર પ્રત્યે જનુન રાખો. તમારે સરકારી નોકરી મેળવવા માટે તેના પ્રત્યેનું જનૂન હોવું જોઈએ. જો તમારામાં જનૂન નહિ હોય તો તમે સરકારી નોકરી નહિ મેળવી શકો. જો તમે પોલીસ બનવા માંગો છો તો તમારા માં પોલીસ હોવાનું જનૂન આવવું જોઇએ. જો તમે એ નોકરી જ મેળવવા માંગો છો તો તમારે એ કરવામાં કંઈપણ થઇ જાય અને જે પણ જરૂર પડે તે કરવા તૈયાર રહેવું જોઈએ.  તમે પોલીસ બનવા માંગો છો તો પહેલા પરીક્ષાની તૈયારી અને ફીજીકલ ટેસ્ટ, મેડીકલ ટેસ્ટ વગેરે માટેની તૈયારી રાખવી જોઈએ. માત્ર બીજાની દેખાદેખી  ફોર્મ ના ભરવું જોઈએ. જો તમે મેડીકલ ફિટનેસને લાયક નથી તો તમારે તમારે લાયક નોકરી પસંદ કરવી જોઈએ.

પૂરી તૈયારી કરો. સરકારી નોકરી મેળવવા માંગો છો તો જરૂરી પુસ્તકો અને પુરતો સમય તૈયારી કરવી જોઈએ.  તો તમે 16 કલાક તૈયારી કરવા માંગો છ તો તેના માટે પહેલાથી જ તૈયાર રહો. તમારે કેટલું વાંચવું, શું વાંચવું, કઈ બુક દ્વારા તમને ફાયદો થશે. તે વાતનો ખ્યાલ રાખવો જોઈએ. આજે મોટાભાગના તૈયારી કરતા લોકો ગમે તે બુક વાંચ્યા કરતા હોય છે, અને બરાબર તૈયારી કરતા નથી. અને છેલ્લે નાપાસ થાય ત્યારે કિસ્મતનો વાંક કાઢતા હોય છે. આ માટે સાચી દિશામાં તૈયારી કરવી જોઈએ. યોગ્ય પુસ્તકનું જ વાંચન કરવું જોઈએ, કોઈ વધારેમાં વધારે પુસ્તકો વાંચવા કરતા અમુક પુસ્તકો વારંવાર વાંચવા જોઈએ. મોટાભાગના લોકો અરજી ભરનાર લોકો માં 100 માંથી માત્ર 10 લોકો જ સરખી રીતે તૈયારી કરે અને તેઓ પાસ થઇ શકે હોય છે જયારે યોગ્ય તૈયારી નહિ કરતા ઉમેદવારો નાપાસ થતા હોય છે.

સફળ લોકોથી સીખી લો. જો તમે સરકરી તૈયારીમાં સફળ થવા માંગો છો તો સફળ લોકો પાસેતી સીખો , તેમની સલાહ અનુસાર યોગ્ય તૈયારી કરો. જે કેવી રીતે પાસ થયા તેને શું તૈયારી કરી તે બાબતની તમામ માહિતી મેળવી લો. તમે જે ક્ષેત્રમાં નોકરી કરવા માંગો છો તો તે વિભાગના અનુભવી લોકોને મળો. આ બાબત તમને નોકરી મેળવવામાં ફાયદો કરશે.

તમારું ધ્યેય નિશ્વિત કરો. તમે નોકરી જ મેળવવા માંગો છો ટ તમે દ્રઢ નિશ્વય કરો કે મારે નોકરી મેળવવી જ છે, જો આ નોકરી મેળવવા માટે બીજા લોકો સફળ થાય છે તો હું કેમ નહિ ? મારે તો અ નોકરી મેળવવી જ છે તેનું લક્ષ્ય બનાવો, તમે જે નોકરી મેળવવા માટે તને હાલ એજ અધિકારી છો તેવું ફિલ કરો, તમારા વિચારો માત્ર અ નોકરી પરજ રાખો તે તમને જરૂર સફળતા અપાવશે.

સારી વાર્તાલાપની ટેવ પાડો.  આજે મોટા ભાગના લોકોની બોલવાનીઢબ નોકરી મેળવવાના પ્રયાસમાં ખુબ ફાયદો કરે છે, ક્યારે કોઈ ઈન્ટરવ્યું હોય તો તેમાં તમારી વાણી, વિવેક તમારી ભાષા અને તમારી બોલવાની ઢબ અને તમારી વર્તણુક અને હાવભાવની તટેવો પર ધ્યાન આપવામાં આવતું હોય છે, મોટાભાગના ઉચ્ચ અધિકારીઓ તેની આવી કોમ્યુનીકેશન સ્કીલના કરને ઈન્ટરવ્યું પાસ કરીને સફળતા મેળવતા હોય છે, જો તમારી સારી કોમ્યુનીકેશન સ્કીલ હશે તો આવનારા સમયમાં અધિકારી તરીકે લોકો, સરકાર અને બીજા અધિકારીઓ સાથે જરૂરી મુદ્દાને આસાનીથી સુલ્જવી શકશો.

તાર્કિક બુદ્ધી વિકસાવો. સરકારી નોકરી મેળવવા માટે તમારી તાર્કિક બુદ્ધિ હોવી જરૂરી છે તમે કેટલો તર્ક કરીને વિચારી શકો છો તે બાબતનું ધ્યાન રાખવામાં આવે છે. તમારી તાર્કિક બુદ્ધિનો વિકાસ કરો જેથી આવનારા સમયમાં તમે અઘરા નિર્ણયો લઇ શકો. આ પ્રશ્નો અને સ્કીલ માટે અમુક બુકો આવે છે તેનું વાંચન કરો. જરૂરી સમયમાં આવા પ્રશ્નોં જવાબ ખુબ ઓછા સમયમાં મેળવી શકો તેવું આયોજન કરો.

જનરલ નોલેજ વધારો. હાલમાં દરેક નોકરી મેળવવા જનરલ નોલેજનું જ્ઞાન હોવું જરૂરી છે. જેમાં દરેક ક્ષેત્રનું જ્ઞાન હોવું જરૂરી બને છે, પરંતુ તમને કોઈ ભરતીમાં અભ્યાસકર્મ આપ્લેલા હોય છે તો એ પ્રમાણે તૈયારી કરો. જથી તમારે વધારે ખોટી તૈયારી ના કરવી પડે.  જનરલ નોલેજમાં અમુક મુદ્દાઓ દરેક ભરતી માટે સામાન્ય હોય છે, જેમાં કરંટ અફેર્સ, વિજ્ઞાન, પોલીટીક્સ, વગેરે મુદ્દાઓ પર નજર રાખવી જરૂરી છે, આ માટે તમે પહેલા લેવાઈ હોય તેવી પરીક્ષાઓના જુના પેપર વગેરેનો ખ્યાલ રાખવો જરૂરી બને છે, આવી દરેક બાબત તમે અનુસાર  તૈયારી કરશો તો તમે જરૂર સરકારી ભરતીમાં સફળ થઇ શકશો.

Leave a Comment