ICMR Recruitment for Research Engineer & Research Fellow for National Institute

CQV વાયરસ વિજ્ઞાનીકોએ અલગ લગ રાજ્યોમાંથી 833 લોકોના સેમ્પલ લીધા છે જેમાં બે સેમ્પલમાં આ વાયરસના સામેના એન્ટીબોડી બોડી મળી આવ્યા છે. તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ બંને વ્યક્તિ એક સાથે આ વાયરસથી સંક્રમિત થયા હતા. સંશોધનકારો તરફથી જાણવા મળ્યું છે કે આ વાયરસ ચીન અને વિયેતનામમાં આ વાયરસ જોવા મળ્યો છે.

એક તરફ હાલ ભારત અને દુનિયાના દેશોમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યાં ચીનનો બીજો વાયરસ દુનિયામાં ફેલાવા લાગ્યો છે.  ભારતની આયુર્વેદ સંશોધન  સંસ્થા ICMR એ સરકારને આ નવા વાયરસ વિશે ચેતવણી આપી છે. કે ચીનનો કેટ કયુ વાયરસ ભારતમાં હાહાકાર મચાવી શકે છે, તેનો કોરોનાની માફક સંક્રમણ વધી શકે છે, માટે ભારતે સાવચેતી રાખવી જોઈએ.  Cat Que Virus મતલબ CQV રીપોર્ટમાં તાવની બીમારી, મેનીજાયટીસ અને બાળકોમાં ઈન્સેફ્લાઈટીસની તકલીફો ઉભી કરે છે.

ICMR ની પુણેમાં આવેલી નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજીના 7 સંધોધન કારોના અહેવાલથી કહેવામાં આવ્યું છે કે ચીન અને વિયેતનામમાં આ વાયરસની હાજરી જોવા મળી છે. જ્યાં આ વાયરસ મચ્છરો અને ભૂંડમાં જોવા મળ્યો છે. ભારતમાં પણ નિષ્ણાતોએ જાણકારી આપી છે કે ભારતમાં પણ મચ્છરોમાં આ વાયરસ જેવા જ લક્ષણો જોવા મળ્યા છે. આ વાઈરસ મચ્છર સિવાય ભૂંડમાં પણ જોવા મળે છે. જેમાં ચીનમાં પાલતું ભૂંડના શરીરમાં આઆઆઆ વાયરસ જોવા મળ્યો છે. જેનો અર્થ એવો કે આ વાયરસ ચીનમાં પોતાનો કહેર વર્તાવાનો શરુ કરી દીધો છે.

વિજ્ઞાનીકોની ટીમ દ્વારા 883 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી બે લોકોમાં આ વાયરસ જોવા મળ્યો હતો. તે બંને વ્યક્તિ એક સાથે અને એક જગ્યાથી આ વાયરસથી સંક્રમિત થયા હતા. ભારતીય સંશોધન સંસ્થા દ્વારા ઇન્ડિયન જર્નલ ઓફ મેડીકલ રીચર્સમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં બતાવવામાં આવ્યું હતું કે માણસના સીરમ સેમ્પલમાં તપાસ દરમિયાન જાણવામાં મળ્યું છે કે રોગ પ્રતિકારક એન્ટી બોડી કેટ કયું વાયરસ આઈજીજી એન્ટીબોડી મળવા અને મચ્છરમાં તેનો ફેલાવો થવાની શક્યતાઓ ધરાવે છે.  જો આ વાયરસ ભારતમાં  આ વાયરસ આવી ગયો તો ખુબ જ મોટા પ્રમાણમાં લોકોને સંક્રમણ લાગવાનો ભય છે, કારણ કે મચ્છર દરેક જગ્યાએ હોય છે જે માણસને કરડે છે અને માણસને લાગે છે ત્યાંથી બીજા માણસમાં આમ મચ્છરો દ્વારા વધારે પ્રમાણમાં ફેલાઈ શકે છે.

Leave a Comment

લેટેસ્ટ ભરતી અપડેટ, કરંટ અફેર્સ, મટીરીયલ માટે સબસ્ક્રાઈબ કરો Gkgrips.com
Dismiss
Allow Notifications