હાલ ભારત અને ચીન વચ્ચેના યુદ્ધના ભણકારાના પરિણામે ભારતે આગોતરી દરેક તૈયારીઓ ચાલુ કરી દીધી છે, જો યુદ્ધ થાય તો તાત્કાલિક વળતો પ્રહાર કરી શકાય અને દેશના સાર્વભોમત્વનું રક્ષણ કરી શકાય. હાલમાં ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ ચાલે છે, દેશના બંને દેશના સરંક્ષણ મત્રીઓ, વિદેશ મંત્રીઓ અને વચ્ચે થોડા દિવસો પહેલા રશિયામાં વાટાઘાટો થઇ છે પરંતુ વારંવાર બાહેદારી આપ્યા બાદ ચીન ફરી જાય છે અને અવળચંડાઇ કરે છે, અને દેશની સીમામાં ઘૂસવાનો અને કબજો કરવાનો પ્રયાસ કરે છે.
આવી સ્થિતિમાં ભારતે દેશમાજ બનાવેલી સ્વદેશી મિસાઈલ સરહદ પર તહેનાત કરી છે. આ મિસાઈલનું નામ નિર્ભય છે. આ ક્રુઝ મિસાઈલ છે અને ભારતમાંજ બનેલી છે તેને સૌથી વિશ્વસનીય માનવામાં આવે છે. આ મિસાઈલની રેંજ 1000 કિમી જેટલી છે.
આજે આ મિસાઈલની સરખામણી અમેરિકાની પ્રખ્યાત મિસાઈલ ટોમાહોક સાથે કરવામાં આવે છે. આ મિસાઈલ પોતાના આપેલા ટાર્ગેટને અવશ્ય પૂરો કરે છે. અને સીધો જ હુમલો કરવાની ક્ષમતા રાખે છે. આ મિસાઈલનું પરીક્ષણ 2013 માં કરવામાં આવ્યું હતું તેમાં તે સફળ થઇ ચુકી છે.
હાલની અ નિર્ભય બે પ્રકારે કાર્ય કરે છે જેમાં દરેક તબક્કા પ્રમાણે ટાર્ગેટને પુરા કરે છે, પહેલા તે સીધી રીતે ઉપર ચડે છે. અને બાદમાં 90 ડીગ્રી વળીને પોતાના ટાર્ગેટ પર પ્રહાર કરે છે. આ મિસાઈલ ની ઝડપ અવાજની ઝડપ કરતા ખુબ ઓછી છે. આ મિસાઈલ 6 મિસાઈલ 6 મીટર લાંબી છે. અને 0.52 મીટર પહોળી છે. આ નિર્ભય મિસાઈલ 0.6 થી 0.7 mech ની ઝડપે ઉડી શકવાની ક્ષમતા ધરાવે છે. તેનું વજન 1500 કિલોગ્રામ છે અને 1000 મીટર સુધી ત્રાટકી શકે છે.
આ મિસાઈલને ભારતની આધુનિક ટેકનોલોજી સાથે બનાવવામાં આવી છે,હાલ ચીન સરહદે લગાવતા હવે દેશની સુરક્ષામાં કામ લાગશે, હાલ દેશમાં અનેક વખત ચીન સાથે સંઘર્ષ થઇ ચુક્યો છે, સૌથી પહેલા ચીન સાથે 1962 માં સંઘર્ષ થયો હતો ત્યારથી ચીને ભારતના અમુક વિસ્તારો પર કબજો કરેલો છે. જેમ પાકિસ્તાને ભારતના અમુક પ્રદેશો પર કબજો કરેલો છે તેમ ઉતરમાં પૂર્વ બાજુએ ચીને કબજો કરેલો છે. પરંતુ ચીન અરુણાચલ પ્રદેશ અને સરહદના LAC પરના પહાડી વિસ્તારો પર કબજો કરવાનો પ્રયાસ કરે છે. ચીન અરુણાચલ પ્રદેશને પોતાનો વિસ્તાર માને છે.
આમ હવે ભારત આ બાબતને લઈને સજાગ થયું છે અને દેશની સુરક્ષા માટે રાફેલ અને સુખોઈ જેવા જેટ વિમાનોને ચીન સરહદ પર નજર રાખવા માટે ઉપલબ્ધ કરાયા છે. હાલ યુધ્ધના ધોરણે ભારત ચીન સામે જંગ લડવા માટે તૈયારીઓ કરી રહ્યું છે ત્યારે નિર્ભય મિસાઈલ પણ તહેનાત કરવામાં આવી છે.