ચીન સાથે ઘર્ષણ જોતા, ભારતીય સેનાના ને મળ્યા 5 નવા રાફેલ ફાઈટર

ભારતમાં ગયા મહીને જ 5 નવા રાફેલ જેટ વિધિવત રીતે સેનામાં સમાવ્યા હતા, તો આજે ફરી બીજા 5 રાફેલ ભારતીય સેના માટે તૈયાર થઇ ગયા છે, અને તેની સોંપણી ભારતને કરી દીધી છે. આ 5 નવા રાફેલ ફ્રાંસ દ્વારા ભારતને આપી દેવામાં આવ્યા છે, જોકે હાલ ફ્રાન્સમાં છે, આ રાફેલ ઓક્ટોબરમાં ભારતમાં પહોંચી જશે.

આ નવા પાંચેય જેટ રાફેલોને પશ્વિમ બંગાળમાં આવેલા કલઈકુંડા એરફોર્સ સ્ટેશન પર તૈનાત કરવામાં આવશે. ફ્રાંસ દ્વારા ભારતને હાલ રાફેલ ફાઈટર વિમાનોની સોંપણી કરી દેવામાં આવી છે, આ વિમાન ચીન સાથે  લાગુ પડતી સરહદ પર નજર રાખશે. આ પહેલા આવેલા 5 રાફેલ ફાઈટર જેટ વિમાનોને 10 સપ્ટેમ્બરે એક કાર્યક્રમ દરમિયાન વિધિવત રીતે સેનામાં સમાવી લેવામાં આવ્યા છે.

હાલ હવે આવનારા ફાઈટર રાફેલ જેટ વિશે ફ્રાન્સના રાજદૂત ઈમેનઅલ લેવીલે એક સમાચારમાં નિવેદનમાં આ રાફેલના બીજા જૂથ ભારતને સોપી દેવામાં આવ્યા છે તેમ કહ્યું હતું. હાલ આ વિમાન ફ્રાન્સમાં છે, હાલ ભારતીય વાયુ સેના અને સરકાર પોતાના આગામી આયોજન દરમિયાન આ વિમાનો ભારત  લાવશે. તેમને ભારતીય વાયુસેનાના જવાનોના વખાણ પણ કર્યા હતા.

હાલ નવા આવનારા ફાઈટર જેટ રાફેલમાં ભારત સરકારે સુધારા કરાવ્યા છે, હાલ ભારતમાં ચીન વચ્ચે ખુબ તનાવ વધેલો છે અને મોટા ભાગે આ સરહદે તાપમાન ઠંડુ રહે છે, જેથી આ વિસ્તારમાં સરળતાથી ઠંડા હવામાનમાં સુરક્ષિત રહી અને ઉડાન ભરી શકે તેવા સુધારા કરાવ્યા છે. તને ઠંડા વાતાવરણ શરુ પણ જલ્દીથી થાય તેવા સુધારા પણ કરાવ્યા છે. હાલમાં ઉપલબ્ધ છ્હે તે 5 ફાઈટર જેટ રાફેલ 250 કલાક કરતા વધુ ઉડાન ભરી શકે છે અને અને તેની પ્રહાર ક્ષમતા પણ ચેક કરીને 17 ગોલ્ડન એરો સ્કાવડ્રનમાં સામેલ કરવામાં આવ્યા છે.

હાલ આવનારા નવા ફાઈટર જેટ રાફેલ વિમાન ચીનના ચેંગદુ J-20 નો મુકાબ્લો કરશે. સાથે જ પાકિસ્તાનના JF 17 ફાઈટર જેટનો પણ મુકાબલો કરશે. હાલ આ બંને દેશો પાસે તાકાતવાર વિમાનો છે, અને હાલ બંનેની સેનામાં ઉપલબ્ધ છે ,પરંતુ હવે ભારતમાં આવનારા રાફેલની સરખામણીમાં નબળા છે. J20 રેંજ 1200 કિમીની છે,  અત્યારે આવનારા ભારતના રાફેલ તેના કરતા પણ વધારે ક્ષમતા ધરાવે છે.

ભારતમાં આવા કુલ 36 રાફેલ જેટ વિમાનો આવવાના છે. જેમ જેમ બનતા જશે તેમ તેમ તેની ડીલીવરી ભારતને આપતી જવાશે. આ 36 રાફેલમાંથી  30 ફાઈટર અને 6 તાલીમ વિમાન હશે. આ જેટ વિમાનમાં લડાકુ વિમાનની દરેક લાક્ષણીકતો ધરાવે છે. આમ ભારતની આર્મીની અને હવાઈદળની સુરક્ષામાં વધારો કરશે. આ ભારત પાસે સુખોઈ અને રાફેલ આ બે જેટ ફાઈટરો ખુબ મોટા પ્રમાણના સુરક્ષાના લેવલે સેવા આપી રહ્યા છે. હાલ નવા રાફેલ આવતાની સાથે ચીન સરહદે દેખરેખ રાખવામાં ઉપયોગી થશે. નવા રાફેલ આગામી સમયમાં ખુબજ વહેલી તકે સેવામાં જોડાઈ જશે.

Leave a Comment