ચીન સરહદે સ્થિતિ વણસી: ભારતીય સેનાએ T-90 અને T-72 ટેંક ખડક્યા

ભારતીય સેનાએ T90 અને T 72 ટેંક તહેનાત કરી. તે માઈન્સ ૪૦ ડીગ્રીમાં પણ કામ કરશે. ભારતીય સેનાએ 14500 ફૂટની ઉંચાઈ પર તહેનાત કરી છે ટેંક. આ વિસ્તારમાં તાપમાન ખુબ ઠંડુ રહે છે તે વિસ્તાર ચુમાર ડેમચોક વિસ્તારમાં આ ટેન્કો તાત્કાલિક ધોરણે તહેનાત કરવામાં આવી છે.

હાલ ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ સરમસીમા પર છ, ચીન વારંવાર ભારતની સરહદમાં ઘુસવાની તૈયારી કરે છે. પરંતુ ભારતીય સેના તેના પ્રયાસને નિષ્ફળ બનાવી દે છે, હાલમાંજ ભારત અને ચીન વચ્ચે વિવાદમાં ભારતીય સેનાએ ૪૦ થી વધારે પહાડો પર કબજો જમાવ્યો છે. લદાખમાં લગભગ છેલ્લા 5 મહિનાની આ તણાવ ખુબ ભરાયેલો છે. હાલ ચીન ક્યારેય પણ ભારતમાં હુમલો અને ઘૂસવાનો પ્રયાસ કરી શકે છે, માટે ભારતીય સેનાએ કાયમી ધોરણે તૈયારીઓ ચાલુ કરી દીધી છે, ભારતીય સેનાએ તે માટે LAC સરહદ પર ટેન્કો અને વહીકલો તહેનાત કરી દીધા છે. શિયાળા દરમિયાન પણ ભારતીય સેના ત્યાં ફરજ બજાવી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ વિસ્તારમાં 14 હજારથી ફૂટ થી પણ વધારે ઉંચાઈ પર ટેન્કો તહેનાત કરી છે.

આ એવી ભારે ટેન્કો છે કે તે માઈનસ ૪૦ ડીગ્રી કરતા પણ ઓછા તાપમાને સંચાલન કરી શકાય છે. સુરક્ષા એજેન્સીઓના સ્ટાફે જણાવ્યું છે કે લદાખ માં શિયાળાની ઋતુમાં સીઝન ખુબ ખરાબ હોય છે. આ સમયે ખાવા પીવાની વસ્તુઓ અને દરેક વસ્તુ ત્યાં અઘરી હોય છે, ત્યારે ભારતીય સેના પાસે વધારે કેલેરી વાળું અને ન્યુટ્રીશન વાળું રેશન છે, જે ત્યાં વાપરી શકાય છે. મિસાઈલો માટે માટે બળતણ અને ઓઈલ તથા શિયાળામાં પહેરી શકાય તેવા કપડા ભારતની સેના પાસે છે માટે કાયમ માટે ત્યાં તહેનાત થઈને ભારતની સુરક્ષા માટે ભારતીય સેના ચીન સામેના મુકાબલામાં પંહોચી વળવા માટે તૈયાર રાખવામાં આવી છે.

અ વિસ્તારમાં ઠંડી હવા અને સાથે ઠંડો પવન પણ ફૂંકાય છે જેથીત્ય રહેવું ખુબ મુશ્કેલ હોય છે, આ વિસ્તારમાં ટેન્કો, મિસાઈલો અને વાહનો લઇ જવામાં વારંવાર મુશ્કેલીઓ આવે છે. આ માટે ભારતની 14 નંબરની ફાયર અને ક્યુરી કોપર્સ જ આ ફરજ બજાવી શકે છે, જે એક માત્ર આ વિસ્તારમાં મુકાબલો કરી શકે છે. આવી સ્થિતિમાં દરેક મુકાબલે અને દરેક ધોરણે વળતો પ્રયાસ કરાય તે માટેની કાયમી તૈયારી કરી લેવામાં આવી છે.

હાલ ભારતીય સરહદ પર ચીન દ્વારા ઘુસણખોરીના પ્રયાસને આ ભારતીય રેજીમેન્ટના જવાનોને પીછો કરીને ખદેડી મુક્યા હતા. અને ભારતે આં સહીત દક્ષિણ પેન્ગોંગ વિસ્તારના પહાડો પર કબ્જો કર્યો છે. ભારતીય આ ટેંક 14 ફાયર અને સેફટી આર્મ કોર્પસ સેનાનો આધુનિક હિસ્સો છે, જે આ કોઈપણ ઋતુ અને ખરાબ હવામાનમાં પણ મુકાબલો કરવા તૈયાર છે, ને આ સેનાના દરેક જવાનોને ખુબ વધારે પડતી તાલિક આપેલી હોય છે જે ખરાબ સ્થિતિમાં પણ મુકાબલો કરી શકે છે. તેઓ લાંબા સમય સુધી પણ યુદ્ધ કરવાની પ્રેકટીશ ધરાવે છે. આ જવાનો ગમે તે હથીયારો, મિસાઈલો અને જેટ પ્લેનો ચાલવાની કાબેલિયત ધરાવે છે.

આમાં ભારતે હવે ચીન સામે કાયમી ધોરણે જરૂર પડ્યે મુકાબલો કરી શકાય તેવી તૈયારીઓ કરી લીધી છે.

Leave a Comment