તાજેતરમાં IIFL વેલ્થ હુરુન ઇન્ડિયાની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીના વધારે કમાણી કરતા દેશોના નામ જાહેર થાય છે. આ યાદીમાં ગુજરાતી વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. આ લીસ્ટમાં ગુજરાતના ખ્યાતનામ ઉદ્યોગ પતિ ધીરુભાઈ અંબાણીના પુત્ર મુકેશ અંબાણીનો સમાવેશ થાય છે.
હાલમાં દરેક લોકો આર્થિક રીતે મુશ્કેલીમાં છે, અને ઘણા લોકોને ધંધામાં અને બીઝનેશમાં તકલીફ પડી રહી છે, જ્યારે મુકેશ અંબાણી મુશ્કેલ સમયમાં દર મીનીટે દોઢ કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આ માહિતી પ્રસિદ્ધ થયેલી અહેવાલ યાદીમાંથી જાણવા મળે છે. અત્યાર સુધીમાં આ અહેવાલની નવમી યાદી છે.
આ યાદીમાં વિશ્વના 1000 કરોડથી વધુ સંપતિ ધરાવતા દેશોનો સમાવેશ થાય છે. જેમાં મોટાભાગે ઉદ્યોગ પતિઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં પડેલી યાદીઓમાં મુકેશ અંબાણી 9 વર્ષથી પ્રથમ ક્રમે આવે છે. મુકેશ અંબાણીની આવક 658400 કરોડ રૂપિયા છે. 1 વર્ષમાં તેની સંપતિમાં 73 ટકાનો વધારો થયો છે.
આ યાદીમાં ભારતના 828 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ અહેવાલમાં જાણવા મળ્યું છે કે હાલ લોક ડાઉન દરમિયાન મુકેશ અંબાણી દર કલાકે 90 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ યાદીમાં બીજા ક્રમે હિંદુજા બ્રધરનો સમાવેશ થાય છે. આ વ્યક્તિઓ ત્રણ ભાઈઓ છે. તેમની સંપતિ 143700 કરોડ રૂપિયા રૂપિયા છે. આ યાદીમાં ત્રીજા ક્રમે HCLના સ્થાપક શિવ નાદર નો સમાવેશ થાય છે. જેની સંપતિ 141700 કરોડ રૂપિયા છે. ચોથા ક્રમે પણ ગુજરાતી ઉદ્યોગ પતિ ગૌતમ અદાણીનો સમાવેશ થાય છે. અને પાંચમાં પરમે અજીમ પ્રેમજીનો સમાવેશ થાય છે.
દુનિયાના ટોપ 10 અમીર લોકોની યાદીમાં પણ મુકેશ અંબાણીનો સમાવેશ થાય છે. હાલમાં બહાર પાડવામાં આવેલી યાદીમાં તેઓ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. મુકેશ અંબાણી જીઓના સ્થાપક છે. અને તેઓ પોતાના પિતા શ્રી ધીરુભાઈ અંબાણી દ્વારા સ્થાપવામાં આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના ચેરમેન છે. ગયા વર્ષે તેમની મિલકત 277700 કરોડ રૂપિયા હતી.
હાલમાં જાહેર કરવામાં આવેલી યાદીમાં ગયા વર્ષ કરતા ભારતીય ગયા કરતા આ વર્ષે 78 વ્યક્તિઓનો ઘટાડો થયો છે. હાલમાં આ જાહેર થયેલી યાદી 9 વર્ષથી જાહેર કરવામાં આવે છે.