જાપાનમાં નવા વડાપ્રધાનના રૂપમાં સુગાની નિયુક્તિ કરવામાં આવેલ હોવાથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ તેને ફોન કરીને શુભેચ્છા આપવામાં આવી છે. જયારે ભારતમાં દ્રિપક્ષીય શિખર સંમેલનનું આયોજન થવાનું છે. તે માટે જાપાનના વડાપ્રધાન સુંગાને ભારત આવવાનું આમત્રણ મોદીજીએ આપ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આજે જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાને ફોન કરીને વાતચીત કરી અને બંને દેશો જે છેલ્લા વર્ષોમાં જે વિકાસ કર્યો છે જેના કારણે વિશેષ રણનીતિઓ અને વૈશ્વિક ભાગીદારીથી આ પ્રગતિ થઇ છે. જેને મજબુત કરવાનો ઈરાદો આ બંને દેશોએ રસ દાખવ્યો છે. પ્રધાનમંત્રીના કાર્યાલય પરથી એવી વિગતો જાણવા મળે છે કે નરેન્દ્ર મોદીજી અને વડાપ્રધાનના રૂપમાં નવા નિયુક્ત થયેલ સુગાને હાર્દિક શુભકામનાઓ આપી અને વાર્ષિક દ્રિપક્ષીય સંમેલનમાં ભારત આવવા માટેનું આમત્રણ દેવામાં આવ્યું છે.

નિવેદનમાં એવું જણાવવામાં આવેલ છે કે બંને દેશના વડાપ્રધાનો આ વાતથી સહમત થયા હતા. છેલ્લા ઘણા વર્ષોથી ભારત-જાપાનના સબંધો રહેલા જોવા મળે છે. થોડા જ સમય પહેલા આ બંને દેશોએ સાથે મળીને સમુદ્રમાં યુદ્ધ અભ્યાસ કર્યો હતો. કોઈ મુશ્કેલી સ્થિતિઓ સર્જાય છે ત્યારે એકબીજી દેશો મદદ કરતા હોય છે.
આ સબંધને વધારે મજબુત કરવા માટે એક સહમત થયા છે. આનું મુખ્ય કારણએ છે કે બંને દેશોને એકબીજા ઉપર વિશ્વાસ બંધાય ગયેલો છે. મોદી અને સુગાએ આ વાત ઉપર પણ સહમતી દાખવી છે. કોરોનાની મહામારી સામે આજે આખું વિશ્વ લડી રહ્યું છે. ત્યારે આના વિશે પણ બંને દેશના પ્રધાનમંત્રીઓએ વાત કરી છે. જેના કારણે આ સમસ્યા સામે લડવામાં સરળ રહે છે. અત્યારના સમયમાં બંને દેશોના સબંધ ખુબજ સારા અને અધિક પ્રાસંગિક છે.
આ વાત ઉપર પણ ભાર મુકવામાં આવ્યો છે. એક સ્વતંત્ર, ખુલ્લા અને સમાવિષ્ટ હિંદ પ્રશાંત ક્ષેત્રનું આર્થિક માળખાને ધ્યાનમા લેવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સંદર્ભમાં ભારત, જાપાન અને અન્ય સમક્ષ દેશો વચ્ચેના સંબંધોનું સ્વાગત કરવાનું છે
આર્થિક ભાગીદારીની પ્રગતિ થાય તેના પર વાત કરવામાં આવી છે અને શ્રમિકોનું કલ્યાણ થાય તેવ પ્રયાસો કરવાનાં છે. વિષય વસ્તુને અંતિમ રૂપ આપવાનું નક્કી કરવામાં આવેલ છે. આવી રીતે આ બંને દેશના વડાપ્રધાન વચ્ચે દેશનો વિકાસ થાય તેવા પ્રકારની વાતચિત કરવામાં આવી છે. તથા બંને દેશોના સબંધ વધુ ગાઢ થાય તેવો વિશ્વાસ આ બને દેશોના પ્રધાનમંત્રીએ ફોન પર મજબુત ઈરાદો વ્યક્ત કરેલ છે.