ગુજરાતના આ મોટા શહેરમાં લાગુ કરી નાખી 144 ની કલમ. જાણો શું છે કારણ ?

ગુજરાતમાં સતત કોરોનાના કેસો વધી રહ્યા છે. જેમાં રાજ્યમાં દૈનિક કેસોના આકડા દિવસે દિવસે વધતા જાય છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને હવે પછી વડોદરામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ગુજરાતમાં આં મોટા શહેરોમાં કોરોનાના ભોગમાં નાગરિકો અને તબીબી સ્ટાફ પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. કોરોનાના પરિણામે અનેક લોકોના ધંધા અને નોકરી બંધ થઈ ગઈ છે. કોરોનાને કાબુમાં રાખવા માટે ગુજરાતના શરૂઆત દિવસોમાં કમિશનર શ્રીઓ દ્વારા કેસોના રોકવાના ભાગ રૂપે 144 ની આચારસંહિતા લગાવી હતી, અને ત્યારબાદ દેશના અમુક રાજ્યોએ લોક ડાઉન લાગુ કર્યું હતું, ત્યારબાદ સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા લોક ડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેન્દ્ર સરકારે અમુક દિશા નિર્દેશો સાથે અનલોકની પ્રક્રિયા ચાલે છે. અત્યારે અનલોક 4 નો તબક્કો ચાલી રહ્યો છે.

આ સમયે ગુજરાતના વડોદરા શહેરમાં સત્તત વધી રહેલા કેસોના પરિણામે વડોદરા શહેર પોલીસ કમિશનરે વડોદરામાં કલમ 144 લાગુ કરી છે. આ કલમએ લોકોના ભેગા થવા પર નિયંત્રણ મુકે છે. વડોદરા શહેરના પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટએ જાહેરનામું બહાર પાડીને આ કલમ લાગુ કરી છે. હવે પછી આ જાહેરનામાં પ્રમાણે શહેરની હદમાં ચાર કરતા વધારે વ્યક્તિઓ ભેગા થઇ શકશે નહિ. આ સાથે જ સભા સરઘસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આર. બી. બ્રહ્મભટ દ્વારા 27 મી સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર સુધી આ કામ 144 લાગુ કરવામાં આવી છે. અત્યારે અનલોકની પ્રક્રિયા ચાલુ હોય અને ધીરે ધીરે દરેક સેક્ટરો અને ધંધાઓ ખુલી રહ્યા છે ત્યારે આ 144 ની કલમ લાગુ કરવાથી આ મુદ્દો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. અ મુદ્દાને લોકોએ લોકડાઉન ની પ્રક્રિયા સાથે જોડી દીધું છે. પરંતુ કમિશ્નર શ્રીના બતાવ્યા પ્રમાણે આ રૂટીન પ્રક્રિયા છે અને જાહેરનામું રીન્યુ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામાં ની કલમથી સરકારી ફરજ બજાવતા અને સરકારી કામોમાં ઉપલબ્ધ હોય તેવા લોકોને લાગું પડશે નહિ. હોમગાર્ડ અને અન્ય સરકારી અથવા અર્ધ સરકારી અધિકારીઓને તેમજ દરેક સરકાર સાથ જોડાયેલી એજેન્સીઓના લોકોને લગું પડશે નહિ.  આ સિવાય છેલ્લા થોડા દિવસથી ઘણા લોકો અફવા ફેલાવી રહ્યા છે કે લોક ડાઉન ફરી વખત લાગુ પડશે. જેની સરકારે સ્પસ્ટતા કરીને ના પાડી છે. વડોદરા પોલીસ કમિશનરે તારીખ 24 મી સપ્ટેમ્બરના રોજ આ જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે.

આં જાહેરનામાં ભારતીય ફોજદારી અધિનિયમ 1973ની કલમ લાગુ કરવામાં આવે છે. આ સિવાય જાહેરનામાં ગુજરાત પોલીસ એકટ 3-7 (3) હેઠળની સલામતી અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી રીતે ચાર થી વધારે વ્યક્તિએ ભેગું થવું નહિ અને સભા સરઘસ યોજવા નહિ તેવી વ્યવસ્થા લાગુ કરવામાં આવે છે.

Leave a Comment