ભારતમાં નવા સંસદ ભવનનું થશે નિર્માણ જુવો કેવું હશે નવું સંસદ ભવન

નવા સંસદ ભવનનું નિર્માણ કરવામાં આવશે, તેનું લક્ષ્ય 21 માસનું રાખવામાં આવેલ છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ એવું જણાવેલ છે કે સંસદ ભવનના નવા બિલ્ડિંગ માટે લગભગ 892 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થઇ શકે તેમ છે. આ નવા સંસદ ભવનની આયુષ્ય 75 વર્ષની રહેશે તેવી ઉમ્મીદ કરવામાં આવેલ છે. જુના સંસદ ભવનની ઈમારત 8838 વર્ગ મીટર છે, જયારે નવા સંસદ ભવનની ઈમારત 8822 વર્ગ મીટરની રાખવાનો પ્રસ્તાવ મુકવામાં આવેલ છે.

સરકારને સંસદ ભવનમાં જગ્યા ઓછી હોવાને કારણે અને ભવિષ્યમાં લોકસભાની સીટોની સંખ્યામાં વધારો થવાની પૂરી સંભાવના રહેલ છે, જેના કારણે નવા સંસદ ભવનનું નિર્માણ અને સેન્ટ્રલ વિસ્તારોનું પુનઃનિર્માણ કરવાની યોજનાને મંજુરી આપવાનું મુખ્ય કારણ બતાવવામાં આવેલ છે. આવાસ અને શહેરી વિકાસના મંત્રી હરદીપ સિંહ પુરીએ સંસદ ભવન, કેન્દ્રીય સચિવાલય અને સેન્ટ્રલ વિસ્તારોનો પુનઃનિર્માણ કરવાની સરકારની મહત્વકાંક્ષી યોજના વિશે પાછળના અઠવાડિયામાં રાજ્યસભામાં એવી રજૂઆત કરવામાં આવેલ અને નવા સંસદભવનનું નિર્માણ કરવાનું છે.

હરદીપસિંહ પુરીએ રાજ્યસભામાં આવી રીતે રજૂઆત કરી હતી કે જુના સંસદ ભવનનું નિર્માણ 1921 માં શુભારંભ કરવામાં આવેલ હતો અને 1927માં આ સંસદ ભવનમાં સાંસદોનું કામ કાજ શરુ કરી દેવામાં આવ્યું હતું. જેમ-જેમ વર્ષો વધતા ગયા તેમ સાંસદોની સંખ્યામાં અને અન્ય કર્મચારીઓની વધારો થવાથી અહિયાં જગ્યાની ઓછી થવા લાગી અને જે સુવિધાઓ મળતી હતી, તે પણ પર્યાપ્ત માત્રામાં મળે છે. તેણે જુદા-જુદા કેન્દ્રીય મંત્રાલયો અને સેન્ટ્રલ વિસ્તારોમાં પાર્કિંગની સુવિધાઓની પણ કમી હોવાથી નવા સંસદ ભવનનું નિર્માણ કરવાનું જરૂરી બતાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ ભવનથી લઈને ઈન્ડિયા ગેટ સુધી ત્રણ વર્ગમાં કીલોમીટરમાં જગ્યામાં સ્થાન રાખવમાં આવશે. જે રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં આવે છે. હરદીપસિંહ પુરીએ એવું કહ્યું કે કેન્દ્રીય સચિવાલયના અંતર્ગત વિભિન્ન મંત્રાલય કૃષિભવન સહીત 47 જેટલા ભવનોનું સંચાલન કરવામાં આવશે.

તેમણે મંત્રાલયના ડાયરેક્ટર જનરલ ઓફ એસ્ટેટના ડેટા ટાંકતા કહ્યું છે કે સેન્ટ્રલ એરિયાના વિસ્તારના ક્ષેત્રમાં લગભગ 3.8 લાખ વર્ગ મીટરમાં કાર્યાલયનું સ્થાનની કમી છે. જેના કારણે કેન્દ્રિત મંત્રાલયો અને વિભાગોને માટે ભાડું ભરીને જગ્યા લેવી પડતી હતી. તેમણે પ્રોજેક્ટના અંદાજીત ખર્ચ વિશે માહિતી આપી હતી કે આખી યોજનાની ડીઝાઇન અને ચિત્ર તૈયાર કરવામાં આવી રહી છે. તે નક્કી થયા પછી ચોક્કસ રકમ નક્કી કરવામાં આવશે.

Leave a Comment