સરકારની જાહેરાત, ડ્રાઇવિંગ લાઇસન્સને લઇ બદલાઇ રહ્યા છે નિયમો, તમે પણ જાણી લો

ભારત દેશમાં અવાર નવાર લાઈસન્સ અને વાહનના કાયદામાં સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવે છે. સરકાર દ્વારા ગયા વર્ષ દ્વારા વાહન કાયદામાં ફેરફાર કરીને નિયમો કડક કરવામાં આવ્યા છે, જેમાં હેલ્મેટને લગતા નિયમો, એમ્બ્યુલન્સને સાઈડ આપવી વગરે બાબતમાં કડકાઈ કરવામાં આવી છે, જ્યારે હાલ સરકારે લાયસન્સ બાબતમાં નિયમોમાં ફેરફાર કર્યો છે.

વાહન ચલાવનાર પાસે બધાં જ કાગળિયાં વાહન ચલાવતી વખતે હાજર હોતા નથી, ત્યારે ટ્રાફિક વિભાગના પોલીસ કર્મીઓ રોકવામાં આવે છે ત્યારે તેઓ ક્યારેક નકલી ડોક્યુમેન્ટ કે નકલી લાયસન્સ બતાવી દે છે અને છટકી જતા હોય છે.  હાલ અધિકારીઓ પાસે પણ આ ડોક્યુમેન્ટ ખરા છે કે ખોટા તે બાબતની ચકાસણી કરવાનો સમય હોતો નથી. પરંતુ સરકારે કરેલા ફેરફાર માં પોલીસ કર્મીઓ પાસે તમારા ડોક્યુમેન્ટ પહેલેથીજ હાજર હશે.

સરકારે આ માટે કાયદામાં સુધારો કર્યો છે, સરકાર દ્વારા આ માટે 1989ના મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કર્યો છે.  સરકાર હવે આધુનિક ટેકનોલોજીના ઉપકરણો દ્વારા પોલીસ અધિકારીઓને  વાહનના ડોક્યુમેન્ટ ચકાસણી કરવાની સુવિધા  ઉપલબ્ધ કરાવશે. તેમાં ડ્રાઈવિંગ લાયસન્સ અને ઈ મેમો વગેરે ડોક્યુમેન્ટ 1 ઓક્ટોબર 2020 ટેકનોલોજી વેબસાઈટનો ઉપયોગ કરવામાં આવશે.

જેમાં ટ્રાફિક કર્મીઓ દ્વારા ડોક્યુમેન્ટ નંબર કે ડોક સ્કેન કરવાથી તમારા ડોક્યુમેન્ટ તે અધિકારીઓ સામે ઓરીજીનલ સ્વરૂપે દેખાશે. આ રીતે હવે ડોક્યુમેન્ટ ટ્રાફિક પોલીસ પાસે તમારા વાહનના દરેક ડોક્યુમેન્ટ પહેલેથી જ હાજર હશે.  જેથી હવે ડ્રાઈવિંગ કરતા વ્યક્તિઓ પાસે ડોક્યુમેન્ટ માંગવામાં નહિ આવે પણ તેમને ઓનલાઈન જ મળે રહેશે.

વાહનની માહિતી માટે વાહન નંબર દ્વારા જ સંપૂર્ણ માહિતી મળી શકશે. ટ્રાફિક અધિકારીઓ પાસે લાયસન્સને લગતી તમામ માહિતી  હાજર હશે. જો કોઈ વ્યક્તિ નકલી ડોક્યુમેન્ટનો ઉપયોગ કરશે તો તેને ટ્રાફિક વિભાગ દ્વારા ગેર લાયક કરવામાં આવશે, સાથે વાહન ડીટેઈન કરવામાં આવશે અને સાથે દંડ પણ કરવામાં આવશે, જરૂર પડે ઓનલાઈન ડોક્યુમેન્ટ વારંવાર જરૂર પડે ત્યારે અપડેટ પણ કરવામાં આવશે.

હવે સાથે વાહન કાયદાનો ભંગ કરનાર ચાલકને ઓનલાઈન ઈ મેમો પણ સ્થળ પર જ આપવામાં આવશે. આ દરેક નિયમો ફેરફાર સાથે 1 ઓક્ટોબરથી લાગુ પડી જશે, સરકાર દ્વારા મોટર વ્હીકલ કાયદામાં તાજેતરમાં ફેરફાર કર્યા હોવાની જાહેરાત હાલ કરવામાં આવશે. જેમાં વાહન ચાલકના દરેક ડોક્યુમેન્ટની જાળવણી કરવામાં આવશે અને જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઈન પોર્ટલ પર ઉપલબ્ધ હશે, આ માટે 1989ના મોટર વ્હીકલ માં ફેરફાર થયો છે.

Leave a Comment