ચૂંટણી જીતવા ટ્રમ્પ ચીનના આ ટાપુ પર મિસાઈલ ફોડશે

હાલ ચીન ભારત સાથે અવળચંડાઇ કરી રહ્યું છે. વારંવાર ભારતની સીમા સાથે ઘૂસવાના પ્રયાસ કરે છે અને ભારતને ધમકીઓ આપે છે, પરંતુ હાલ ભારતને અનેક દેશોનો સહારો મળી રહ્યો છે એટલે ભારત હવે દરે તેમ નથી. હાલ ભારતે ચીન સામે કાયમી મોરચે લડી શકાય તે માટેની તૈયારીઓ યુદ્ધના ધોરણે કરી દીધી છે.

હાલમાં ભારત સાથે અમેરિકા જેવી મહાસત્તાઓનો સાથે છે. હાલમાં અમેરિકામાં ચૂંટણી આવી રહી છે. ભારત સાથે રહેલા અમેરિકાનો દર હવે ચીનને પણ લાગી રહ્યો છે. ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા ચૂંટણી જીતવા ચીનના દક્ષિણ ચીન સાગરમાં ચીને જે કબજો કરેલો છે તેવા ટાપુઓ પર મિસાઈલ હુમલો કરી શકે છે. સાથે ચીનના સમાચાર પત્રમાં ચીન અમેરિકાનો સામનો કરવા પ્રતિબદ્ધ છે તેવો ઉલેખ્ખ કરવામાં આવ્યો છે. હાલ આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે, આખા દેશની નજર આ કેસ પર બની રહે છે, રિયાના વકીલ વિશે, રિયા વિશેની અને તેના વિશેની તમામ ચર્ચાઓ અને રમુજી કાર્ટુનો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

આ ગ્લોબલ ટાઈમ એડિટર દ્વારા લખવામાં આવ્યું છે છે હાલમાં આ વર્ષે અમેરિકામાં ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણી અમરિકાના નિયમ અનુસાર કોઈ નેતા બે ટર્મ સુધી રાષ્ટ્રપતી પદ પર રહી શકે છે. આ અનુસાર ટ્રમ્પને હાલ એક ટર્મ પૂરી થઇ છે. હાલ આવનારી ચૂંટણીમાં ટ્રમ્પ ચૂંટણી જીતવાના તમામ પ્રયત્નો કરે તેમ છે, અનેક દેશોનો વિશ્વાસ મેળવવા માટે અમેરિકા તેના સાથી દેશોના સરહદ વિવાદમાં સાથ આપી શકે તેમ છે.

આ માટે ચીનના સમુદ્રમાં ચીને દક્ષિણ વિસ્તારમાં સમુદ્રમાં પોતાનો વિસ્તાર વધારવા માટે કૃત્રિમ ટાપુઓ બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય સરહદ સંધી મુજબ કોઈ દેશ પોતાના દેશની જમીન સીમાથી નક્કી કરેલી હદ સુધી જ પોતાના દેશની સીમા રાખી શકે છે.  જેમાં આ ટાપુઓ વિસ્તાર વધારવા ચીને ઉભા કર્યા છે જેથી અંતરથી ચીનની સીમા વધારી  શકે.

હાલ આવા ટાપુઓ પર અમેરિકા ચૂંટણી જીતવાના પ્રયાસમાં ટ્રમ્પ અમેરિકન વાયુસેનાના રીપર ડ્રોન થકી મિસાઈલ હુમલો કરી શકે છે તેવો દર ચીનને લાગી રહ્યો છે. આ સાથે આ સમાચાર પત્રના માધ્યમથી ચીને અમેરિકાને ધમકી પણ આપી છે,તેને ધમકીમાં કહ્યું છે કે જો અમેરિકા હુમલો કરશે તો અને જો તાઈવાન દેશમાં પોતાની સેના મોકલશે તો ચીન યુદ્ધ કરશે.

હાલ તાઇવાન દેશ એ આમ ચીનનો હિસ્સો છે પણ તેનો વહીવટ તે સ્વતંત્ર રીતે કરી રહ્યું છે, હાલમાં ચીને હોન્કોંગ અને તાઈવાનની સત્તા ખતમ કરીને ચીનમાં ભેળવી દેવાની વાત કરી છે તેથી તાઇવાન અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જેમાં તાઈવાનને અમેરિકા સાથ આપી રહ્યું છે. હાલમાંજ તાઈવાનમાં અમેરિકાના રાજદૂતની મુલાકાત થઇ હતી ત્યારથી ચીન ક્રોધ્ધે ભરાયું છે.

Leave a Comment