શું તમારા શરીરમાં આ વિટામીન છે તો, કોરોનાનો ખતરો અડધોઅડધ ઘટી જાય છે

હાલમાં દેરક લોકો માટે કોરોના ખતરા રૂપ છે, જેમાય ખાસ કરીને વૃદ્ધ, નાના બાળકો તેમજ બીમાર વ્યક્તિઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે, ક્યારેક સામાન્ય આરોગ્ય વાળો વ્યક્તિ પણ કોરોનાથી મૃત્યુ પામે છે માટે કોરોનાના સંક્રમણથી બચવા માટે ખુબ કાળજી રાખવી જોઈએ.

પરંતુ હાલ થયેલા એક સંસોધનમાં જાણવા મળ્યું છે કે જે દર્દીઓમાં વિટામીન Dની માત્રા હોય છે તેવા દર્દીઓમાં કોરોનાનો ખતરો 52 ટકા જેટલો ઘટી જાય છે. નવા થયેલા સંસોધનમાં આ વાતની સાબિતી મળી છે. આ સંસોધન અમેરિકાની બોસ્ટન યુનીવર્સીટીમાં કરવામાં આવ્યુ છે.

સંશોધનકારોએ તરફથી એ વાતની જાણકારી મળી છે કે જે દર્દીઓના વિટામીન ડીનું પ્રમાણ પૂરી માત્રામાં હોય તેવા દર્દીઓને હોસ્પીટલમાં કોરોનાથી સંક્રમિત થયા પછી દાખલ કર્યા હતા, તેવા લોકોને વિટામીન ડી પર્યાપ્ત માત્રામાં હોવાથી કોરોનાનો ખતરો અડધો થી ગયો. ગંભીર રીતે બીમાર પડનાર લોકો માટે વિટામીન ડી થી 13 બીજા વ્યક્તિથી 13 ટકા ખતરો ઓછો થઇ ગયો.

સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે જે દર્દીઓના શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામીન ડી હતું તેવા દર્દીઓને વેન્ટીલેટર લઈ જવાની જરૂર 46 ટકા ઓછી પડી છે.  વિજ્ઞાનીકોનું કહેવું છે કે વિટામીન ડી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખુબ અગત્યનો ભાગ ભજવે છે. આપની ઈમ્યુન સીસ્ટમ વધારવામાં માટે દર્દીઓ માટે વિટામીન D ખુબજ ફાયદાકારક છે.

અમેરિકામાં થયેલા સંશોધન વખતે 42 ટકા લોકોમાં વિટામીન ડી ની ઉણપ જોવા મળી હતી. જયારે બીમાર, વૃદ્ધ અને શ્વેત લોકોમાં વિટામીન ડી ની ઉણપ વધારે જોવા મળે છે તેથી તેઓ કોરોનાનો ભોગ બનતા હોય છે. આ પહેલા બોસ્ટન યુનીવર્સીટીમાં થયેલા સંશોધનમાં સંશોધન કર્તા માઈકલ હોલિકને એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે જે લોકોમાં પુરતા પ્રમાણમાં વિટામીન ડી હોય તે લોકોમાં કોરોનાનું સંક્રમણ લાગવાનો ભય 54 ટકા ઓછો હોય છે.

આ થયેલા સંશોધનને આગળ વધારવા માટે વિજ્ઞાનિકોએ સંશોધન કર્યું હતું તેમાં વિટામીન ડી સંબંધિત આ જાણકારી મળી છે, આ સંશોધન કારોની ટીમે તેહરાન હોસ્પીટલમાં 235 કોરોના દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાંથી 67 ટકા દર્દીઓમાં વિટામીન ડી ની માત્ર 30ng/ml થી ઓછી હતી.

નિષ્ણાતોનું કહેવું છેકે અન્ય બીમારીઓથી ઝઝૂમી રહેલા લોકોમાં વિટામીન ડી ની માત્રા ખુબ ઓછી હોય છે, આથી આવા લોકો માટે વિટામીન ડી ની ઉણપ ના હોય તો તેઓ માટે બચવું સહેલું થઇ જાય છે, આમ વિટામીન ડી માણસની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી છે. અને તેનાથી કોરોના સંક્રમણ લાગવાની શક્યતાઓ અડધો અડધ ઘટી જાય છે.

Leave a Comment