આ વ્યક્તિ સાથે બપોરનું ભોજન કરવા માટે ચુકવવા પડે છે 33 કરોડ રૂપિયા, જાણો શું છે કારણ

શું તમે દુનિયાના ત્રીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ વોરન બફેટ સાથે ભોજન કરવા માંગો છો? તો તમને પણ મોકો મળી શકે છે. આ માટે તમારે ઓનલાઈન વેબસાઇટ પર બોલી લગાવીને મોકો લઇ શકો છો,પરંતુ આ મોકો તમારે આ બોલી માટે બોલીની  ઈબે ની વેબ્સાઈટ પર બોલી બોલી લગાવવી પડશે.

પરંતુ આ કોઈ ભોજન સસ્તું ભોજન નથી તેમાં માટે શરૂઆત લગભગ ભારતીય રૂપિયા પ્રમાણે 17.39 લાખ રૂપિયા થાય છે. દરેક વ્યક્તિને એવી ઈચ્છા હોય છે કે એવા કોઈ સ્થળ પર જઈને ભોજન કરીએ કે જ્યાંથી ખુબ સારો અનુભવ થાય અને મોટા વ્યક્તિ સાથે ભોજન કર્યાનો ગર્વ થાય અને સાથે કંઇક સારું કર્યું હોવાનો ભાવ થાય. આવું ભોજન કરવા માટે એક વ્યક્તિ 33 કરોડ રૂપિયા ખર્ચવા માટે તૈયાર થયો છે, શે ને અજીબ વાત. પરંતુ આ વાત સાચી છે. આ એક વ્યક્તિએ 3456789 ડોલર રૂપિયાની બોલી લગાવી છે.

આ પૈસા ચેરીટીમાં જાય છે. બર્કશાયર કંપનીના માલિક અને ચેરમેન ને CEO અને ઇન્વેસ્ટમેન્ટ ગુરુ તરીકે જાણીતા વોરન બફેટ સાથે ભોજન કરવાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે.  આ ચેરીટી લંચ માટે બોલી લગાવેલા પૈસા સન ફ્રાન્સીસ્કોમાં આવેલી એક ચેરીટી સંસ્થા ગ્લાઈડ ફાઉન્ડેશનને આપી દેવામાં આવે છે. આ સંસ્થા ભૂખમરો,ગરીબી, અને ઝુપડપટ્ટીઓના લોકોને સમસ્યા માંથી દુર કરવા માટે કામ કરે છે.

છેલ્લા 19 વર્ષથી વોરન બફેટ આ સંસ્થા સાથે જોડાયેલા છે. અત્યાર સુધીમાં વોરન બફેટ લગભગ આ સંસ્થા માટે 3 કરોડ ડોલર રૂપિયાનું દાન કરી ચુક્યા છે. વોરન બફેટને તેની પત્ની સુસૈને આં ગ્લાઈડ સંસ્થામાં જોડવા માટે જાગૃત કર્યા હતા. તે આ ફાઉન્ડેશનની વોલેન્ટીયર હતી, અને તેમની મૃત્યુ 2004માં થઈ ગઈ હતી.

આ માટે સાત લોકો એક સાથે ભોજન લઇ શકે છે, આ લગાવેલી બોલીમાં જીતેલા વ્યક્તિ આ ભોજનમાં સામેલ થઇ શકે છે. આ ભોજનનું આયોજન ન્યુયોર્કના મૈનહૈટન માં આવેલા  સ્મિથ એન્ડ વોલેસ્કી સ્ટેકહાઉસમાં હાય છે.  વર્ષ 2000માં આ ચેરીટી લંચના પહેલા ભાગમાં 25000 ડોલર આવ્યા હતા અને અને આ વર્ષે 2020માં 33 લાખ ડોલર આવ્યા છે, ભારતીય રૂપિયા માં જોઈએ તો એક ભોજનની કિમત લગભગ ૩૨ કરોડ આસપાસ થાય છે. આ ભોજન વોરન બફેટ સાથે કરવાની સાથે તે વ્યક્તિઓ બિઝનેશ અને તેને લગતી કોઈ સલાહ પણ લઇ શકે છે. આ મોકો તેમને મળે છે.

2012 માં આ મોટા ધનવાન વ્યક્તિ સાથે ભોજન કરવાની સૌથી મોટી બોલી લાગી હતી. જેમાં વોરન બફેટ સાથે ભોજન કરવાનો 3.46 મીલીયન ડોલરનો ખર્ચો એક વ્યક્તિએ કર્યો હતો. જેની ભારતમાં કિંત લગભગ 24 કરોડ રૂપિયા થાય છે. શરૂઆત 2000ની સાલમાં થઇ ત્યારે એક વ્યક્તિએ આ ભોજન કરવા માટે 17 લાખ અને 50 હજાર રૂપિયા ખર્ચ્યા હતા.

Leave a Comment